• છેલ્લા એક સપ્તાહમાં અદાણી શેરોએ રોકાણકારોની મૂડીમાં 1.76 લાખ કરોડનો વધારો કર્યો

અદાણી ગ્રુપના શેરોની સ્થિતિ (ભાવ 12.34 વાગ્યા સુધીના)

સ્ક્રિપ્સભાવઉછાળો
ACC2,019.806.29%
ADANI ENERGY911.506.49%
ADANI ENTERPRISES2,536.807.39%
ADANI GREEN1,113.058.43%
ADANI PORTS876.955.97%
ADANI POWER463.955.40%
ADANI TOTAL734.754.78%
ADANI WILMAR349.152.56%
AMBUJA 470.256.37%
NDTV227.703.95%

અમદાવાદ, 4 ડિસેમ્બરઃ બીજેપીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સત્તા હાંસિલ કરતાં શેરબજારમાં 1000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. બીજી બાજુ અદાણી ગ્રૂપના શેરો પણ 8 ટકાથી વધુ ઉછળ્યા છે. અદાણી પાવર 12.45 ટકા ઉછળી 495ની નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. એસીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસના શેર 8 ટકા વધ્યા છે.

અદાણી ગ્રુપ વિરૂદ્ધ હિન્ડેનબર્ગ દ્વારા મુકવામાં આવેલા આરોપોમાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપતાં શેરોમાં તેજી જોવા મળી છે. જેના પગલે ગત સપ્તાહે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનર ગ્રુપમાં ફરી પાછા ટોપ-20માં સામેલ થયા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી કંપની વિરૂદ્ધ કોર્પોરેટ ગેરરીતિઓ અંગે તપાસ કરી રહી છે. જેની વિરૂદ્ધ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓમાં સ્ટોક રેલીએ ગયા સપ્તાહે તેમની નેટવર્થમાં $5.6 અબજનો ઉમેરો કર્યો હતો.

અદાણી ગ્રુપની સંપત્તિ 1.76 લાખ કરોડ વધી

છેલ્લા એક સપ્તાહમાં અદાણી ગ્રુપની સંપત્તિમાં રૂ. 1.76 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. 23 નવેમ્બરથી ગત શુક્રવારના બંધ સામે અદાણી ટોટલ ગેસ 39 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 26 ટકા, અદાણી પાવર 23 ટકા, અદાણી ગ્રીન એનર્જી 20 ટકા, એનડીટીવી 19 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 16 ટકા, અદાણી વિલ્મર 10 ટકા જ્યારે અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ 10 ટકા વધ્યા હતા. અને ACC લગભગ 9 ટકા ઉછળ્યો છે.

સુપ્રિમ કોર્ટની સુનાવણી બાદ અદાણી ગ્રુપના શેરોમાં રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ વધી

સ્ક્રિપ્સઉછાળોમાર્કેટ કેપ (રૂ. કરોડમાં)
ACC8.69%3050.81
AMBUJA9.32%7982.11
NDTV2.37%35.15
ADANI ENTERPRISES7.21%10015.8
ADANI WILMAR4.75%2151.01
ADANI TOTAL24.19%17140.38
ADANI ENERGY12.31%11924.7
ADANI PORTS5.39%9763.65
ADANI GREEN11.93%19887.12
ADANI POWER11.04%18975.95
કુલ માર્કેટ કેપ100896.68