અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની અને અદાણી જૂથ મલ્ટીપલ બિઝનેસ વેન્ચર્સમાં સંકળાયેલા ઇન્ડિયન મલ્ટીનેશનલની ખ્યાતી ધરાવે છે. જૂથની કંપનીઓમાં અદાણી પાવર, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન્સ, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇસિસનો શેર 3.70 ટકા ઘટી રૂ. 3464ની સપાટીએ બંધ રહ્યોહતો. બંધ ભાવ સાથે ઓફર પ્રાઇસ સરખાવીએ તો  રોકાણકારોને આશરે રૂ. 187 એટલેકે 5.67 ટકા ડિસ્કાઉન્ટથી શેર્સ ઓફર કરાઇ રહ્યા છે.

અદાણી જૂથના મુખ્ય વ્યવસાયોઃ માઇનિંગ સર્વિસિસ, ખાદ્યતેલ અને ફુડ્સ, વોટર, ડેટા સેન્ટર, ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ, એગ્રો, સોલાર મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ એન્ડ એરો સ્પેસ, એરપોર્ટ્સ, રોડ્સ, મેટ્રો એન્ડ રેઇલનો સમાવેશ થાય છે.

અદાણી એન્ટરપ્રાઇસિસની નાણાકીય કામગીરી

Period EndedTotal RevenueProfit After Tax
31-Mar-204408.62104
31-Mar-2140290.931045.76
30-Sep-212632.7746.01
31-Mar-2270432.69787.7
30-Sep-227950.7990.1

આંકડા રૂ. કરોડમાં

ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓ

પેટા કંપનીઓની મૂડી ખર્ચ જોગવાઇઓ પૂરી પાડવા માટે જેમ કે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે. પેટા કંપનીઓની આંશિક દેવા ચૂકવણી માટે.

અદાણી એન્ટરપ્રાઇસ એફપીઓ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ ખૂલશે27 જાન્યુઆરી
ઇશ્યૂ બંધ થશે31 જાન્યુઆરી
ફેસ વેલ્યૂરૂ.1
પ્રાઇસ બેન્ડરૂ. 3112-3276
લોટ સાઇઝ4 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 20000 કરોડ
રિટેલ ડિસ્કાઉન્ટરૂ. 64
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
કંપની પ્રમોટર્સગૌતમ અદાણી, રાજેશ અદાણી
FPO ઇક્વિટી શેર માટે પેમેન્ડ શીડ્યુલ #
 ફ્લોર પ્રાઇસ પર ()કેપ પ્રાઇસ પર ()
અરજી પર 1,556.00*1,638.00*
1 કે વધારે સબસીક્વન્ટ કોલ(લ્સ)1,556.001,638.00
કુલ ()3,112.003,276.00

#જાહેર થયેલી પ્રાઇસ બેન્ડ 1ની ફેસ વેલ્યુ ધરાવતા ફૂલ FPO ઇક્વિટી શેર માટે છે, જેમાં 50 ટકા રકમ અરજીના સમયે ચુકવવાપાત્ર છે અને બાકીની રકમ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા અધિકૃત સમિતિ દ્વારા સમયેસમયે નિર્ધારિત એક કે વધારે સબસીક્વન્ટ કોલ(લ્સ)માં ચુકવવામાં આવશે.

* ફ્લોર/કેપ પ્રાઇસનો 50 ટકા હિસ્સો.

નોંધ:ઓફરના રિટેલ પોર્શનમાં રિટેલ વ્યક્તિગત બિડર્સની બિડિંગ માટે  FPO ઇક્વિટી શેરદીઠ 64નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે.