અદાણી ગ્રીને કચ્છના ખાવડા ખાતે ૫૫૧ મેગાવોટની ક્ષમતા કાર્યાન્વિત કરી
ખાવડા ખાતે વાર્ષિક -૮૧ બિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માટે ૩૦ ગીગાવોટ સ્વચ્છ ઊર્જા વિકસાવવાની યોજના | આ પ્રકલ્પ ૧૬.૧ મિલિયન આવાસોને વીજ આપવા સાથે વાર્ષિક 58 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન મિટાવશે | અદાણી ગ્રીન ભારતમાં ૯,૦૨૯ મેગાવોટના સૌથી મોટા ઓપરેશનલ પોર્ટફોલિયો અને ૨૦,૮૪૪ મેગાવોટના કુલ પોર્ટફોલિયો ધરાવે છે |
અમદાવાદ, ૧૪ ફેબ્રુઆરી: રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગુજરાતના ખાવડામાં ૫૫૧ મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે. ખાવડામાં રીન્યુએબલ એનર્જી પાર્કમાં કામ શરુ કર્યાના એક વર્ષમાં જ કંપનીએ કચ્છના રણના પડકારજનક અને વેરાન પ્રદેશને પણ પોતાના ૮,000-મજબુત કર્મચારીઓ માટે રહેવા યોગ્ય વાતાવરણમાં પરિવર્તિત કર્યું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રીન એનર્જી સૌર અને પવન માટે વિશ્વની સૌથી વ્યાપક રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહી છે. ચાલુ દશકાના અંત સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના ૫00 GW અને કાર્બન ન્યુટ્રાલિટીના મહત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવા તરફની ભારતની સમાન સ્વચ્છ ઉર્જા સંક્રમણ યાત્રાને વેગ આપવા માટે અદાણી સમૂહની પ્રતિબદ્ધતા અને ચાવીરુપ ભૂમિકાને માન્ય કરે છે. આ રીન્યુએબલ એનર્જી પાર્કમાં ૩0 GW રીન્યુએબલ એનર્જી પેેદા કરવાની ક્ષમતા વિકસાવવાનો અદાણી ગ્રીન એનર્જીનો ઇરાદો છે.
Text Box: ૩૦ ગીગાવોટ રીન્યુયએબલ એનર્જી પ્લાન્ટનો અપેક્ષિત વાર્ષિક ફાળો | ૮૧ બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે |
૧૬.૧ મિલિયન આવાસોને વીજ આપવામાં આવશે, ૧૫,૨૦૦ ગ્રીન જોબનું સર્જન | ૫૮ મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ટાળવામાં આવશે |
ટાળેલ ઉત્સર્જન: કાર્બન ૨,૭૬૧ મિલિયન વૃક્ષો દ્વારા શોષીવ લેવામાં આવે છે. | ૬૦,૩૦૦ ટન કોલસો ટળ્યો, ૧૨.૬ મિલિયન કાર રસ્તાઓથી દૂર જેવી બાબતો આના સમકક્ષ છે |