અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો
અમદાવાદ, 1 ઓગસ્ટઃ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ‘BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’ નિર્ધારણ કર્યું છે. કંપનીના નફામાં જેફરીઝે લગભગ બમણો વધારો થવાનો અંદાજ દર્શાવ્યો છે. એક એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર જૂન 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપની કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95% વધીને રૂ. 629 કરોડ થયો છે.
અદાણી ગ્રીનના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો મુજબ, કંપનીની આવક રૂ.2,162 કરોડથી 31% વધીને રૂ. 2,834 કરોડ થઈ છે. જેમાં નફો રૂ. 323 કરોડથી 95% વધીને રૂ. 629 કરોડ થયો છે. EBITDA રૂ. 1,921 કરોડથી 26% વધીને રૂ. 2,420 કરોડ થયો છે. EBITDA માર્જિન પણ 88.9% થી ઘટીને 85.4% થયું છે.
જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો છે. આ બેઝ કેસ સિનેરીયોમાં FY27 સુધીમાં અદાણી ગ્રીનની સ્થાપિત ક્ષમતા 29.7 GW સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં FY2024-27 દરમિયાન આવક અને PAT 38% અને 70% ના CAGR સાથે વધશે.
જો કે, જેફરીઝે વધુ આશાવાદી અનુમાન ધરાવે છે, જેમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180 છે. FY30 સુધીમાં અદાણી ગ્રીનની 50GW ક્ષમતાને તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. જેમાં FY26 સુધીમાં મર્ચન્ટ કેપેસિટી બેઝ કેસ 8% થી વધીને 20% થવાનો અંદાજ છે અને ક્ષમતાઓનો ઉપયોગ 30% થી વધીને 35% થવાનો અંદાજ છે.
દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક અદાણી ગ્રીનની ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180, વર્તમાન કિંમત કરતાં 75% વધુ રાખવામાં આવ્યો છે. FY26 સુધીમાં વેપારી ક્ષમતા 20% મિક્સ થઈ જશે. બેઝ કેસમાં ઉચ્ચ ક્ષમતાનો ઉપયોગ 30% થી વધીને 35% સુધીનો છે. AGEL ની સકારાત્મક પહેલોના પરિણામે તેના પર્ફોર્મન્સ અને રેટિંગ્સમાં પણ પરિવર્તન આવ્યું છે. બ્રોકરેજ માને છે કે નાણાકીય વર્ષ 24-30માં પાવર કેપેક્સ રોકાણ પણ 2.2 ગણું વધીને $280 બિલિયન થઈ જશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)