Adani Group Stocks hit: અદાણી ગ્રુપના શેરોમાં તેજી, એન્ટરપ્રાઈઝિસનો શેર 50 ટકા વધવાની વકી
ADANI ENTERPRISES | 3,062.00 | 5.79% |
ADANI POWER | 569.60 | 5.00% |
ADANI PORTS & SEZ | 1,194.00 | 4.13% |
ADANI ENERGY | 1,099.50 | 3.70% |
ADANI TOTAL GAS | 1,034.00 | 3.05% |
ADANI GREEN ENERGY | 1,715.00 | 3.03% |
ADANI WILMAR | 359.65 | 2.44% |
AMBUJA CEMENT | 573.00 | 2.23% |
ACC | 2,500.00 | 0.90% |
NDTV | 277.50 | -0.11% |
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપના શેરો ફરી પાછા લાઈમલાઈટમાં આવ્યા છે. હિન્ડેનબર્ગના રિપોર્ટના પગલે 70થી 80 ટકા સુધી કડાકો નોંધાયેલા શેરો ફરી પાછા તેજીના પાટે ચડ્યા છે. આજે અદાણી ગ્રીન એનર્જી 6 ટકા ઉછળ્યો હતો. જ્યારે અદાણી પાવરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી.
છેલ્લા એક માસમાં અદાણી પોર્ટ્સ, એસીસી, અંબુજા સિમેન્ટના શેરો ડબલ ડિજિટમાં વધ્યા છે. જ્યારે અન્યમાં પણ 10 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં અત્યારસુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 7.55 ટકા, અદાણી પોર્ટ્સ 16.84 ટકા, અદાણી પાવર 8.53 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 4.91 ટકા, અદાણી ગ્રીન એનર્જી 7.46 ટકા, અદાણી ટોટલ ગેસ 4.75 ટકા, અદાણી વિલમર 1.55 ટકા, એસીસી સિમેન્ટ 12.93 ટકા, અંબુજા સિમેન્ટ 10.14 ટકા અને એનડીટીવી 5.85 ટકા વધ્યો છે.
અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જીએ રૂ. 62 હજાર કરોડના બોન્ડ્સના રિડમ્પશન માટે ફંડિંગ મેળવી લીધુ હોવાની જાહેરાત કરતાં શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બોન્ડ સપ્ટેમ્બરમાં પરિપક્વ થઈ રહ્યા છે. કંપનીએ રિઝર્વ એકાઉન્ટ્સમાંથી રૂ. 14000 કરોડ, અને ટોટલ એનર્જીસ દ્વારા કરાયેલ રૂ. 25 હજાર કરોડનું રોકાણ પણ બ્રેકઅપમાં મૂક્યું છે. બાકીનું રૂ. 23 હજાર કરોડનું ફંડ પ્રમોટર પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ મારફત એકત્રિત કર્યું છે.
બ્રોકરેજના મતે અદાણી ગ્રુપ
વિવિધ બ્રોકરેજ હાઉસિસે અદાણી ગ્રુપના શેરોમાં સરેરાશ 15થી 35 ટકા ઉછાળો જોઈ રહ્યા છે. વિદેશી બ્રોકરેજ હાઉસ Cantor Fitzgeraldએ અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 50 ટકા સુધી વધશે તેવો અંદાજ આપ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસની વર્તમાન વેલ્યૂએશનને ધ્યાનમાં લેતાં રૂ. 4368નો ટાર્ગેટ આપ્યો છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝિસ 3064.20ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોકરેજે એરપોર્ટ બિઝનેસ, રોડ બિઝનેસ અને ગ્રીન બિઝનેસ પર ફોકસ મૂકતાં અદાણી ગ્રુપના શેરોમાં તેજીનો સંકેત આપ્યો છે.