મુંબઇઃ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડએ આદિત્ય બિરલા સન લાઇફ ટર્બો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (ટર્બો STP) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ એક એવી સુવિધા છે, જેમાં યુનિટધારકો નિર્ધારિત સમયાંતરે સોર્સ સ્કીમમાંથી ટાર્ગેટ સ્કીમમાં વિવિધ રકમો હસ્તાંતરિત કરી શકે છે. ટર્બો STPમાં ટાર્ગેટ સ્કીમમાં હસ્તાંતરણ થતી વેરિએબલ કે વાસ્તવિક રકમનો આધાર ઇન-હાઉસ મોડલમાંથી પરિણામોને આધારે નિર્ધારિત થશે, જે બજારનું મૂલ્યાંકન નક્કી કરવામાં મદદરૂપ થાય છે. મોડલ વેલ્યુએશન રેશિયો, ટ્રેન્ડ રેશિયો અને વોલેટાલિટી રેશિયો જેવા ટેકનિકલ અને મૂળભૂત માપદંડો પર નજર રાખે ચે, જેથી ઇક્વિટી વેલ્યુએશન મલ્ટિપ્લાયર (ઇવીએમ) પર પહોંચાશે. આ મૂલ્ય અગાઉથી પસંદ કરેલી STP આધારિત રકમને આધારે હસ્તાંતરિત થનારી વાસ્તવિક રકમ નક્કી કરવામાં મદદ કરશે. આ લોંચ પર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ બાલાસુબ્રમનિયને કહ્યું કે, ટર્બો STP રોકાણ કરવા લમ્પસમ રકમ ધરાવતા અને બજારના મૂલ્યાંકનો સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરતાં બજારના સહભાગીઓ માટે છે, ભલે પછી આ મૂલ્યાંકનો મોંઘા હોય કે સસ્તાં હોય તથા તેઓ ગમે એટલી રકમનું પ્રદાન ગમે એટલા ગાળા માટે કરવા ઇચ્છતાં હોય. એનાથી બજારના મૂલ્યાંકનો ઓછા હોય ત્યારે વધારે રોકાણ કરવામાં અને મૂલ્યાંકનો મોંઘા હોય ત્યારે ઓછું રોકાણ કરવામાં મદદ મળશે.