અમદાવાદ, 22 જૂન: ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતાં ચાવડા ઇન્ફ્રા લિમિટેડે તેના પ્રસ્તાવિત IPO માટે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં બુક-બિલ્ડિંગ દ્વારા 66.56 લાખ ઇક્વિટી શેર્સ (ફેસ વેલ્યુ રૂ. 10) ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. કંપનીએ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડની ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિમણૂંક કરી છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે: મહેશ ગુણવંતલાલ ચાવડા કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડાયરેક્ટર છે. DRHP મૂજબ કંપની IPOમાંથી એકત્ર થયેલાં ભંડોળનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાત (રૂ. 27 કરોડ), કોર્પોરેટના સામાન્ય ખર્ચ અને જાહેર ભરણાના ખર્ચ માટે કરશે. 31 મે, 2023 સુધીમાં કંપનીના અંદાજે રૂ. 60,139 લાખના મૂલ્યના આશરે 26 પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જે મજબૂત ઓર્ડર બુક સૂચવે છે. આ 26 પ્રોજેક્ટ્સમાંથી 4 કમર્શિયલ પ્રોજેક્ટ્સ, 4 ઇન્સ્ટિટ્યૂશન પ્રોજેક્ટ્સ અને 18 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે.