અમદાવાદ ખાતે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ ઉછળી રૂ. 58800ની નવી ટોચે
MCX: સોનાના વાયદામાં રૂ.185 અને ચાંદીમાં રૂ.587નો ઉછાળો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓ પૈકી એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,986ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,125 અને નીચામાં રૂ.56,975 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.57,000ના ભાવે પહોંચ્યો હતો.
અમદાવાદ ખાતે હાજરમાં સોનું 999નો 10 ગ્રામદીઠ ભાવ રૂ. 58800ની ટોચે પહોંચ્યો હતો, હાજરમાં ચાંદી પણ કીલોદીઠ રૂ. 69000ની સપાટીએ મૂકાઇ હતી
ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.193 વધી રૂ.46,042 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.5,560ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,815ના ભાવે ખૂલી, રૂ.176 વધી રૂ.56,881ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,212ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,635 અને નીચામાં રૂ.68,212 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.587 વધી રૂ.68,551 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.521 વધી રૂ.68,613 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.504 વધી રૂ.68,585 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,757 સોદાઓમાં કુલ રૂ.6,444.05 કરોડનાં કામકાજ થયાં હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,10,243 સોદાઓમાં કુલ રૂ.17,163.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9876.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7228.62 કરોડનો હતો.
ક્રૂડ તેલ નરમ, મેન્થા તેલમાં સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.59 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.224.10 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.25 ઘટી રૂ.298ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.45 વધી રૂ.793.30 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. 10,650 સોદાઓમાં રૂ.1,816.15 કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,690ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,695 અને નીચામાં રૂ.6,609 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.30 ઘટી રૂ.6,675 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.50 વધી રૂ.289.20 બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ પર 30,974 સોદાઓમાં કુલ રૂ.1,597.54 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 વધી રૂ.998.10 થયો હતો. 397 સોદાઓમાં રૂ.18.28 કરોડનાં કામકાજ થયા હતા.