અલ્પેક્સ સોલારે એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવવા ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતમાં સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગ્સમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,80,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ અને રજીસ્ટ્રાર તરીકે સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂંક કરાઇ છે.
અલ્પેક્સ સોલરે વર્તમાન નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટે કુલ રૂ. 207.13 કરોડની આવક તથા રૂ. 10.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 183.93 કરોડની આવકો નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2021-22ના રૂ. 156.06 કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો પીએટી રૂ. 3.74 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.05 લાખ હતો.
કંપની મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સેલ ટેક્નોલોજી બંન્નેનો ઉપયોગ કરીને પીવી મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બાયફેસિયલ, મોનો-પર્ક અને હાફકટ સોલર પીવી મોડ્યુલ્સ સામેલ છે. તે સોલર એનર્જી સોલ્યુશન્સની વિશાળ શ્રેણી પણ ઓફર કરે છે, જેમાં એસી-ડીસી સોલર પંપ્સના સરફેસ અને સબમર્સિબલ કેટેગરીમાં એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) સામેલ છે.
અલ્પેક્સ સોલર આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 19.55 કરોડનો ઉપયોગ તેની વર્તમાન સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓને અપગ્રેડ કરવા અને તેના વિસ્તરણ માટે કરવાની યોજના ધરાવે છે તથા ક્ષમતામાં 750 મેગાવોટનો વધારો કરવા માગે છે. રૂ. 12.94 કરોડનો ઉપયોગ તેના સોલર મોડડ્યુલ માટે સોલર મોડ્યુલ એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા, રૂ. 20.49 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા બાકીની રકમ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
અલ્પેક્સ સોલરની સ્થાપના વર્ષ 1993માં અશ્વની સેહગલ, મોનિકા સેહગલ અને વિપિન સેહગલે કરી હતી, જેઓ એન્જિનિયરમાંથી ઉદ્યોગસાહસિક બન્યાં હતાં. અશ્વની છેલ્લાં 11 વર્ષથી ઇન્ડિયન સોલર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઇએસએમએ)ના પ્રેસિડેન્ટ પણ છે. કંપનીએ વર્ષ 2007માં સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કર્યો હતો તથા ગ્રેટર નોઇડામાં 450 મેગાવોટની ક્ષમતા સાથે 1,50,000 ચોરસફૂટ વિસ્તારમાં અદ્યતન પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. આ સમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ક્ષમતાને વધારીને 2 ગિગાવોટ કરી શકાય તેમ છે. તેની આરએન્ડડી ક્ષમતાઓ તથા ઉત્પાદન ઉત્કૃષ્ટતા અને પ્રતિભાશાળી કર્મચારીઓ સાથે કંપની પસંદગીના પીવી પેનલ પૈકીની એક તરીકે ઉભરી આવી છે. કંપની પાસે 200થી વધુ કર્મચારીઓ છે, જેમાં સોલર સેક્ટરમાં બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશ્નલ્સ સામેલ છે.