અમદાવાદ, 3 મે: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ  ​​31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને બાર મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ એ કાર્ગો, આવક અને EBITDA પર નાણાકીય વર્ષની શરૂઆતમાં પૂરા પાડવામાં આવેલ માર્ગદર્શનના ઉપલા છેડાને 6% -8% થી આગળ વધાર્યું, જ્યારે વર્ષનું ચોખ્ખું દેવું અને EBITDA ગુણોત્તર 2.5x ના માર્ગદર્શન સામે 2.3x સાથે સમાપ્ત થયું.

નાણા વર્ષ-24માં વાર્ષિક ધોરણે 28%ની આવક વૃદ્ધિ સાથે રૂ. 26,711 કરોડની આવક, બંદરના વ્યવસાયની આવકમાં 30% અને લોજિસ્ટિક્સ બિઝનેસમાં 19%ના વધારા દ્વારા સમર્થિત છે. વાર્ષિક ધોરણે EBITDA (ફોરેક્સ સિવાય) 24% વધીને રૂ. 15,864 કરોડ થયો, જેમાં બંદરના વ્યવસાયનું રૂ.15,246 કરોડ અને રૂ.540 કરોનું લોજિસ્ટિક્સ બિઝનેસના યોગદાનનો ટેકો રહ્યો છે. તેની પેટાકંપનીઓમાંની એક માટે નવી કર પ્રણાલીમાં તબદીલ થવાના પરિણામે રૂ.455 કરોડનો રાઈટ ઓફ હોવા છતાં વાર્ષિક ધોરણે 50%ની છલાંગ સાથે 8,104 કરોડનો રેકોર્ડ PAT. નાણા વર્ષ 24 માટે APSEZ બોર્ડે પ્રતિ શેર 6 રૂપિયા ડિવિડન્ડની ભલામણ કરી છે.

Particulars
(Rs Cr)
Q4
FY24
Q4
FY23
YoY FY24FY23YoY
Revenue68975,79719%267112085228%
EBITDA40293,27123%157511094744%
PAT20151,13977%8104539150%

APSEZના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપની માટે ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ બંને આંકડાકીય દ્રષ્ટીએ નાણાકીય વર્ષ- 24 મેટ્રિક્સ પર ઘણા નવા સીમાચિહ્નો રેખાંકીત કરતું વર્ષ રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)