ભારતનું સૌથી મોટું અને સૌથી વધુ ઝડપથી વિકસતું સંકલિત ગ્રેઇન કોમર્સ પ્લેટફોર્મ Arya.agએ એના સંલગ્ન ફિનટેક પ્લેટફોર્મ આર્યધન પર લોન બુકે રૂ. 500 કરોડનું સીમાચિહ્ન સર કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સીમાચિહ્નને Arya.agના સ્વદેશી નિર્મિત ડિજિટલ ક્ષમતાઓથી વેગ મળ્યો છે, જેને નાનાં ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) દ્વારા સરળ અને મહત્તમ ઉપયોગ માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે. ધિરાણની તાત્કાલિક સુવિધા સાથે  ખેડૂતો, એફપીઓ અને મૂલ્ય સાંકળમાં અન્ય હિતધારકો કોઈ પણ નાણાકીય પ્રવાહિતતાની જરૂરિયાત પૂરી કરી શકે છે અને લણણી પછી ચિંતામાં આવીને વેચાણ કરતાં નથી. Arya.agનું ટેકનોલોજી માળખું IoT, એનાલીટિક્સ, AI અને ML પર નિર્મિત છે, જે એક તરફ ઋણધારકોને નાણાકીય વ્યવહારના લઘુતમ ખર્ચ અને નીચા વ્યાજદર માટે સક્ષમ બનાવે છે, તો બીજી તરફ લોનના વિતરણ માટે ટર્નએરાઉન્ડ ટાઇમ (TAT)માં ઘટાડો કરે છે. અત્યારે આર્યધન વેરહાઉસ રીસિપ્ટ ફાઇનાન્સ (WRF)માં સૌથી મોટી એનબીએફસી છે, જે ખેડૂતો અને એફપીઓ સુધી બહોળી પહોંચ ધરાવે છે. એનું વિશિષ્ટ ફિજિટલ મોડલ ખાસ કરીને નજીકના ખેતકેન્દ્રોમાં પ્રસ્તુત છે, જ્યાં બેંકો જોખમનો વિચાર કરીને ધિરાણ આપવાનું મોટા ભાગે ટાળે છે.

Arya.agની ખેડૂતોને ડિજિટલ ધિરાણ સેવાઓની કેટલીક ખાસિયતો

  • 20 મિનિટમાં 95 ટકા નાણાકીય વ્યવહારોના પ્રોસેસિંગ સાથે ઝડપી પ્રોસેસિંગ
  • 350+ સ્થળોમાં બોર્ડ પર હજારો વેપારીઓ સાથે બજારનું જોડાણ
  • ખેડૂતોના હાથમાં રાખી શકાય એવા ઉપકરણ પર સરળતાપૂર્વક અને તૈયાર તમામ માહિતી સાથે સર્વોચ્ચ પારદર્શકતા
  • Arya.agનું ડિજિટલ ધિરાણ કોઈ છૂપાં ચાર્જ વિના શ્રેષ્ઠ દરો સાથે મળે છે
  • Arya.agની ડિજિટલ ધિરાણ સેવાની ખાસિયત એ છે કે, ખેડૂતોને લોનનો લાભ લે એ દિવસો માટે જ ચુકવણીની જરૂર પડશે

Arya.agની મૂલ્ય ખાસિયત કૃષિ હિતધારકો સાથે સંવર્ધિત પ્રસ્તુતતા શોધવાનું જાળવી રાખશે. પ્લેટફોર્મ પર એની લોન બુકમાં ડિસેમ્બર, 2021માં રૂ. 142 કરોડથી મોટો વધારો થયો છે. અત્યાર સુધી રૂ. 1200 કરોડનું વિતરણ કરીને પ્લેટફોર્મે લગભગ ઝીરો એનપીએ સ્તર સાથે અસ્કયામતની ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવી રાખી છે.

તાજેતરમાં Arya.agએ ઉદ્યોગમાં સૌપ્રથમ અને પરિવર્તનકારક ઇન્સ્ટા-લોન અને ઇન્સ્ટા-રીલિઝ ઉત્પાદનો પ્રસ્તુત કરીને ડિજિટલ ધિરાણની વિવિધ ઓફરને વધારે મજબૂત કરી છે. Arya.agની ઇન્સ્ટા-લોન ખેડૂતોને તેમના ઘરની સુવિધા અને સરળતા સાથે તેમના વિવેકાનુસાર તેમણે સંગ્રહ કરેલી કોમોડિટી સામે તાત્કાલિક લોન લેવાની સુવિધા આપે છે. ઇન્સ્ટા-રીલિઝ ઉત્પાદન ખેડૂતોને વધારે વેચાણ માટે લોનની ચુકવણી પર તેમના સ્ટોકની તાત્કાલિક સુલભતા મેળવવા સક્ષમ બનાવે છે. અત્યારે બજારમાં ડિજટિલ સોલ્યુશન્સ સ્વીકાર્ય છે અને Arya.agની કુલ લોનમાંથી 98 ટકા ડિજિટલ રીતે આપવામાં આવે છે.