અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) સેનિટરીવેરના ઉત્પાદનમાં વ્યૂહાત્મક છલાંગ લગાવી છે. કંપનીએ મોરબી ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડ પર વ્યાપારી કામગીરી શરૂ કરી છે. કંપની પાંચ વર્ષમાં સેનિટરીવેર અને બાથવેર સેગમેન્ટમાંથી આશરે રૂ. 400 કરોડના ટર્નઓવરની અપેક્ષા રાખે છે

એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડે અત્યાધુનિક પ્લાન્ટનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે થર્ડ પાર્ટી સોર્સિંગમાંથી આંતરિક ઉત્પાદન તરફ નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. સેનિટરીવેર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા વાર્ષિક 0.66 મિલિયન પીસ છે અને કંપનીએ પહેલી ઓક્ટોબર 2023ના રોજ કોમર્શિયલ કામગીરી શરૂ કરી છે.

રૂ. 6,000 કરોડની આવક હાંસલ કરવા ESIPની સફર હાથ ધરી

એશિયન ગ્રેનિટોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીએ બાથવેર ઉદ્યોગમાં 25 વર્ષથી વધુ નિપુણતા ધરાવતા ચીફ ઓપરેટિંગ ઓફિસરની વ્યૂહાત્મક રીતે નિમણૂક કરી છે.  સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેર માટે ભારતના હબ તરીકે જાણીતું મોરબી ક્ષેત્રમાં દેશના કુલ ઉત્પાદનમાં આ પ્રદેશનો હિસ્સો 80% થી વધુ છે. કંપનીએ રૂ. 6,000 કરોડની કુલ આવક હાંસલ કરવાના લાંબા ગાળાના વિઝનને હાંસલ કરવા માટે એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ (ESIP) ની સફર શરૂ કરી છે. એજીએલ બાથવેર વિભાગના એસોસિયેટ હિરેન પટેલે જણાવ્યું હતું કે, કંપની પાંચ વર્ષમાં સેનિટરીવેર અને બાથવેર વિભાગમાંથી આશરે રૂ. 400 કરોડના ટર્નઓવરની અપેક્ષા રાખે છે.

મે 2022માં કંપનીએ તેના રાઇટ્સ ઇશ્યૂમાં રૂ. 441 એકત્રિત કર્યા હતા અને ત્યાર બાદ કંપનીએ સેનિટરીવેરમાં પ્રવેશ કર્યો હતો. ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ (જીવીટી) અને સેનિટરીવેર સહિત વેલ્યુ-એડેડ લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટ્સને સમર્પિત, મોરબીમાં બે નવા અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપવા માટે આ રકમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બે દાયકાના ટૂંકા ગાળામાં, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. કંપની ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, સેનિટરીવેર અને ફોસેટ્સની રેન્જનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપની પાસે 235થી વધુ એક્સક્લુઝિવ ફ્રેન્ચાઈઝી શોરૂમ્સ, 11 કંપનીની માલિકીના ડિસ્પ્લે સેન્ટર અને ભારતમાં ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર્સ અને સબ-ડીલર્સ સહિત 14,000થી વધુ ટચપોઈન્ટ્સ સાથે સમગ્ર ભારતમાં વ્યાપક માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. કંપની 100થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે. કંપની ટાઇલ્સ સેગમેન્ટમાં 4,300થી વધુ એસકેયુ, બાથવેર અને ફોસેટ્સમાં 1,100થી વધુ એસકેયુ અને એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ સ્ટોનમાં 97થી વધુ એસકેયુ ઓફર કરે છે. વર્ષોથી, કંપનીએ ઉત્પાદન ક્ષમતાઓ, પ્રોડક્ટ પોર્ટફોલિયો, વિતરણ નેટવર્ક અને વૈશ્વિક પહોંચના વિસ્તરણમાં ભારે રોકાણ કર્યું છે. આ પ્રતિબદ્ધતાના પગલે તે સતત વૃદ્ધિના માર્ગે આગળ વધી છે અને કંપની ભારતની અગ્રણી સિરામિક ટાઇલ્સ કંપનીઓમાં સ્થાન મેળવી શકી છે અને વૈશ્વિક બજારોમાં એક ઉભરતી બ્રાન્ડ છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)