મુંબઇ, 14 જૂનઃ ટુ-વ્હીલર્સ માટે બ્રેક-શૂ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમના નિર્માતા આસ્ક ઓટોમોટિવ લિમિટેડ (“કંપની”)એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ઇક્વિટી શેર કેપિટલ ઓફર કરીને ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આ જાહેર ભરણામાં પ્રત્યેક રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 29,571,390 ઇક્વિટી શેર્સ સુધીના ‘ઓફર ફોર સેલ’નો સમાવેશ થાય છે. કુલ ઓફર ફોર સેલમાં કુલદીપ સિંઘ રાઠીના 20,699,973 ઇક્વિટી શેર્સ અને વિજય રાઠીના 8,871,417 ઇક્વિટી શેર્સ સામેલ છે, જેઓ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર છે.

કંપની ઇન-હાઉસ ડિઝાઇનિંગ અને ઉત્પાદન ક્ષમતાઓ સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી સેફ્ટી સિસ્ટમ અને મહત્વપૂર્ણ એન્જિનિયરીંગ સોલ્યુશન્સ પ્રદાન કરી રહી છે. જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

કંપની તેના પોર્ટફોલિયોમાં એબી સિસ્ટમ્સ, એએલપી સોલ્યુશન્સ, વ્હીલ એસેમ્બલી અને એસસીસી પ્રોડક્ટ્સ ઓઇએમ જેમ કે (1) ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને કમર્શિયલ વ્હીકલ્સ માટે ઓટોમોટિવ સેક્ટર, (2) ઓલ-ટેરેન વ્હીકલ્સ, પાવર ટૂલ્સ અને આઉટડોર ઇક્વિપમેન્ટને સપ્લાય કરે છે.