અદાણી ટ્રાન્સમિશનનો Q3 ચોખ્ખો નફો 73 ટકા વધ્યો
અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ) તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી. ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો. વિત્ત વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં, રુ. ૪૭૮ કરોડનો એકીકૃત PAT વાર્ષિક ધોરણે ૭૩% વધુ હતો.આ વધારો મુખ્યત્વે નિયમનકારી હુકમમાંથી એક વખતની આવક દ્વારા આવ્યો હતો. આ સમય ગાળામાં રૂ ૯૫૫ કરોડનો એકીકૃત રોકડ નફો વાર્ષિક ધોરણે ૩૪% વધ્યો હતો.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, “ATL સતત વિકસિત થઈ રહ્યું છે અને તે અગાઉથી જ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રબ્યુશન ક્ષેત્રમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી રહયું છે. પડકારજનક મેક્રોઇકોનોમિક વાતાવરણ હોવા છતાં પણ કંપનીની વૃદ્ધિનો માર્ગ મક્કમ છે.
એકીકૃત નાણાકીય ગતીવિધી
Particulars(Rs Crore) | Q3FY23 | Q3FY22 | Change YoY % |
Revenue | 3,037 | 2,623 | 15.8% |
EBITDA | 1,318 | 1,168 | 12.9% |
Total EBITDA | 1,708 | 1,325 | 28.9% |
PAT | 478 | 277 | 72.8% |
EPS (Rs) | 4.26 | 1.85 | 130.2% |
Cash Profit | 955 | 714 | 33.8% |
ત્રીજા ક્વાર્ટરની નાણાકીય ગતિવિધી (yoy
- એકીકૃત આવક ૧૬ ટકા વધીને રૂ.૩,૦૩૭ કરોડ થઈ
- એકીકૃત ઓપરેશ્નલ EBITDA(1) રૂ.૧,૩૧૮ કરોડ
- EBITDA ૭% વધી રુ. ૪,૩૯૫ કરોડ
- એકીકૃત રોકડ નફો ૭ ટકા વધીને રૂ.૨૪૩૩ કરોડ થયો
- રૂ.૪૭૮ કરોડના કોન્સોલિડેટેડ PAT એ ૭૩% નો મજબૂત ઉછાળો
- એકીકૃત રોકડ નફામાં ૩૪% વધારા સાથે રુ.૯૫૫ કરોડ