12 ટકાથી વધુ નોકરીયાતો પ્રમોશન માટે નોકરી બદલવા ઇચ્છે છે
30 ટકાથી વધુ યુવા કર્મચારીઓ નોકરી બદલવાના મૂડમાં: PWC સર્વે
- વધુ સારા પગાર, તક અને કામ કરવાની પદ્ધતિ બદલવા માટે યુવાનો સજ્જ
- 34 ટકા નોકરીયાતો માને છે કે, તાત્કાલિક નોકરી બદલવી જોઇએ તેની સામે વૈશ્વિક 19 ટકા નોકરી બદલવા ઇચ્છે છે
- 37 ટકા યુવા નોકરીયાતો માને છે કે, તેઓ આગામી 12 માસમાં તો નોકરી બદલી જ નાંખશે
- 33 ટકા જેનઝેડ એમ્પ્લોઇઝ તેમના કામના કલાકો ઘટે તેમ ઇચ્છે છે
- 81 ટકા કર્મચારીઓ માને છે કે, તેમની નોકરી રિમોટલી થવી જોઇએ
- તે પૈકી 31 ટકા નોકરીયાતો માને છે કે, તેઓ હાઇબ્રીડ વેમાં કામ કરવા ઇચ્છે છે
નવી દિલ્હીઃ 30 ટકા નોકરીયાતો તેમની નોકરી બદલવા ઇચ્છે છે. કારણકે 71 ટકા નોકરીયાતો એવું કબૂલી રહ્યા છે કે, તેઓને વધુ પડતું કામ કરવું પડે છે. પ્રાઇસવોટર કૂપર (પીડબલ્યૂસી)એ હાથ ધરેલા સર્વેમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર વૈશ્વિક સ્તરે 19 ટકાની સામે ભારતમાં 34 ટકા નોકરીયાતો ચાલુ વર્ષના અંત સુધીમાં નોકરી બદલવા ઇચ્છે છે. ખાસ કરીને 37 ટકા મિલેનિયલ્સ તો તાત્કાલિક નોકરી બદલવા ઇચ્છે છે તો જેન ઝેડ એમ્પ્લોઇઝ જો કામના કલાકો ઘટે નહિં તો નોકરી છોડવા અંગે પણ વિચારી રહ્યા છે. સર્વે દર્શાવે છે કે, 81 ટકા કર્મચારીઓ રિમોટલી અને તેમાંથી 31 ટકા કર્મચારીઓ હાઇબ્રીડ કાર્યપદ્ધતિને પસંદ કરી રહ્યા છે.
કમર્ચારીઓ કામમાં પારદર્શિતા ઇચ્છે છે
સોશિયલ, એન્વાયરમેન્ટલ અને જિયો-ઇકો પોલિટિકલ સ્થિતિ અનુસાર સર્જાયેલી અસ્થિરતાના કારણે પરીમાણો બદલાઇ રહ્યા છે. તે જોતાં ભારતમાં સ્કીલમાં બહુ મોટો ગેપ જોવાઇ રહ્યો છે. કર્મચારીઓ હવે કામમાં પારદર્શિતા ઇચ્છે છે.
– ચૈતાલી મુખરજી, પાર્ટનર અને લિડર (પીપલ એન્ડ ઓર્ગેનાઇઝેશ) પીડબલ્યૂસી ઇન્ડિયા