Q3 Results: Axis Bankનો નફો 62 ટકા વધી 5853 કરોડ
અમદાવાદ એક્સિસ બેન્કે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ, 5853.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 3614 કરોડ સામે 62 ટકા વધ્યો છે. કુલ આવકો ગતવર્ષે રૂ. 211.01 કરોડ સામે વધી રૂ. 268.92 લાખ કરોડ થઈ છે. બેન્કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજ આવક (NII) અંદાજ કરતાં વધુ નોંધાઈ છે. અંદાજ રૂ. 10948.3 કરોડ સામે રૂ. 11459.3 કરોડ થઈ હતી. જેમાં 32.4 ટકાનો વધારો થયો છે. ગતવર્ષે 8653 કરોડ હતી. ત્રિમાસિક ગ્રોસ એનપીએ 79 બેઝિસ પોઈન્ટ ઘટી 2.38 ટકા નોંધાઈ હતી. જે ગતવર્ષે સમાનગાળામાં 3.17 ટકા હતી. નેટ એનપીએ 0.91 ટકાથી ઘટી 0.47 ટકા થઈ છે. કવરેજ રેશિયો 139 ટકા રહ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં બેન્કનો લોન ગ્રોથ 15 ટકા વધ્યો છે. કોર્પોરેટ લોન ગ્રોથ 8 ટકા, એસએમઈ ગ્રોથ 24 ટકા અને રિટેલ લોન ગ્રોથ 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિપોઝિટ ગ્રોથમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
શેરની સ્થિતિઃ એક્સિસ બેન્કનો શેર આજે પરિણામોના પગલે ગઈકાલના બંધ 930.70 સામે વધી રૂ. 936 પર ખૂલ્યો હતો. બાદમાં વધી ઈન્ટ્રા ડે હાઈ 939.60ની સપાટીએ પહોંચ્યો હતો. 11.30થી 12 વાગ્યાના આસપાસ ઘટી 924.40ની લો સપાટીએ સ્પર્શ્યા બાદ અંતે 0.28 ટકા સુધારા સાથે 933.35 પર બંધ રહ્યો હતો. જેની વાર્ષિક ટોચ 970.45 અને બોટમ 618.10 છે. શેરદીઠ કમાણી 75 ટકાથી વધી રૂ. 74.60 (46.61) થઈ છે.