મુંબઇ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવી ફંડ ઓફર – એક્સિસ ક્રિસિલ 50:50 ગિલ્ટ પ્લસ SDL સપ્ટેમ્બર 2027 ઇન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે, જે ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027ના ઘટકોમાં રોકાણ કરે છે, જે પ્રમાણમાં ઊંચા વ્યાજદરનું જોખમ અને પ્રમાણમાં નીચું ક્રેડિટ જોખમ ધરાવે છે. આ નવું ફંડ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027ને ટ્રેક કરશે. ન્યૂનતમ રોકાણની રકમ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે. એક્ઝિટ લોડ શૂન્ય છે. આ સ્કીમના રોકાણનો ઉદ્દેશ્ય ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027 દ્વારા રજૂ કરાયેલા સિક્યુરિટીઝના કુલ વળતરને અનુરૂપ વળતર પ્રદાન કરવાનો છે, જે ટ્રેકિંગની ભૂલોને આધીન છે. જોકે, સ્કીમના રોકાણના ઉદ્દેશ્ય હાંસલ થશે તેનું કોઇ આશ્વાસન અથવા ગેરંટી નથી. આ સ્કીમ તેની સિક્યુરિટીઝના 95 ટકાથી 100 ટકા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ફાળવશે, જેમાં ક્રિસિલ IBX 5050 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027 (વિગતવાર એસેટ એલોકેશન અને રોકાણની રણનીતિ માટે એસઆઇડીનો સંદર્ભ લો) અને બાકીના ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (જેમકે ટ્રેઝરી બીલ અને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ, જેની એક વર્ષની શેષ પાકતી મુદ્દત હોય. ટ્રાઇ-પાર્ટી રેપોઝ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમયાંતરે નિર્દિષ્ટ કરાયેલાં બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ) સામેલ છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે 08 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી, 2023 સુધી ખુલ્લી રહેશે.

ફંડ પર એક નજર: –

•       બેન્ચમાર્ક: ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027

•       સ્કીમની અપેક્ષિત મેચ્યોરિટી તારીખ: 30 સપ્ટેમ્બર, 2027

•       એનએફઓની તારીખ: 08 ફેબ્રુઆરી, 2023થી 21 ફેબ્રુઆરી, 2023

•       લઘુતમ રોકાણ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં

•       ફંડ મેનેજર: આદિત્ય પગરિયા અને સચિન જૈન

•       એક્ઝિટ લોડઃ શૂન્ય