કેટેગરીથીમેટિક
બેન્ચમાર્કનિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI
NFO ખૂલશે1 ડિસેમ્બર
NFO બંધ થશે15 ડિસેમ્બર
લઘુત્તમ અરજીરૂ. 500 અને રૂ.1ના ગુણાંકમાં

મુંબઈ, 30 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ થીમનું પ્રતિનિધિત્વ કરે છે અને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. NFO 1 ડિસેમ્બર 2023ના રોજ ખૂલશે અને તેનો ઉદ્દેશ્ય રોકાણકારોને ભારતની મેન્યુફેક્ચરિંગ થીમની સંભવિતતાનો લાભ લેવા સક્ષમ બનાવવાનો છે, જે આગામી વર્ષોમાં વધવાની અપેક્ષા છે. NFO 15મી ડિસેમ્બર 2023 સુધી ખુલ્લો રહેશે.

એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ ભારતની ઔદ્યોગિક રૂપરેખાને પુનઃવ્યાખ્યાયિત કરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતના વધતા મોમેન્ટમનો લાભ લેવા માટે બનાવાયેલું છે. અમે રોકાણકારોને એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ સાથે ભવિષ્યને આવકારવા માટે આમંત્રિત કરીએ છીએ, એક એવું ફંડ જે ભારતની ઉત્પાદન મહત્વાકાંક્ષાઓ સાથે વધવા માટે રચાયેલું છે.

એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ ભારતની ઉત્પાદન ક્ષમતાની વ્યાપકતા અને ગહનતાને પ્રતિબિંબિત કરતા વૈવિધ્યસભર અભિગમ પ્રદાન કરવા માંગે છે. તે કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ સુધીના ઉદ્યોગોના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લેવા માટે તૈયાર છે. આમ તે રોકાણકારોને ભારતની મેન્યુફેક્ચરિંગ સફળતાની વાર્તામાં ભાગ લેવાનો વ્યાપક માર્ગ પ્રદાન કરે છે.

ફંડનો હેતુ ભારતીય અર્થતંત્રના ત્રણ વિભાગોમાં કંપનીઓને ઓળખવાનો રહેશે:

રોકાણો (કેપેક્સ સાયકલ): ઉત્પાદકો ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ફેક્ટરી ઇક્વિપમેન્ટ્સ અને આરએન્ડડીમાં રોકાણ કરે છે.વપરાશ (વધતી આવક પ્રિમીયમાઇઝેશન તરફ દોરી જાય છે): ઘરેલુ વપરાશ અને પ્રીમિયમાઇઝેશન નેરેટિવને કારણે વધતી માંગના માર્ગ ધરાવતા ઉદ્યોગો.ચોખ્ખી નિકાસ (આયાત અવેજી પર ધ્યાન કેન્દ્રિત કરતી): વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતના ઇન્ટિગ્રેશનથી લાભ મેળવતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)