એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 26 જૂન: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર – નિફ્ટી IT TRIને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ, એક્સિસ નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એક્સિસ નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ફંડ નિફ્ટી આઇટી ટ્રાઇને ટ્રેક કરશે અને ટ્રેકિંગ ભૂલોને આધીન, નિફ્ટી આઇટી ટીઆરઆઈના કુલ વળતરને અનુરૂપ ખર્ચ પહેલાં વળતર આપવાનું લક્ષ્ય રાખશે. લઘુત્તમ રોકાણની રકમ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે.એનએફઓ સબસ્ક્રિપ્શન 27મી જૂન 2023થી 11મી જુલાઈ 2023 સુધી ખુલ્લું રહેશે.
ઇન્ડેક્સ ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય પોર્ટફોલિયોના સંદર્ભમાં સ્ટોક માર્કેટ ઇન્ડેક્સને અનુસરવાનો છે. આ સૂચકાંકોમાંના તમામ શેરો તેમના રોકાણ પોર્ટફોલિયોમાં થોડું પ્રતિનિધિત્વ મેળવશે.નાસ્કોમના મતેIT ઉદ્યોગ 245 બિલિયન ડોલર થવાનો અંદાજ છે,જે વર્ષ માટે 19 બિલિયન ડોલરના વધારાની ચોખ્ખી આવકને પ્રતિબિંબિત કરે છે. IT સેવાઓ, બીપીએમ, સોફ્ટવેર પ્રોડક્ટ્સ, ઈઆરએન્ડડી અને સ્થાનિક બજારમાં વૃદ્ધિ જોવા મળી છે.કંપનીઓ હવે છેલ્લા 3/5 વર્ષના સરેરાશ ગુણાંકમાં ડિસ્કાઉન્ટ પર ટ્રેડિંગ કરી રહી છે. આ આકર્ષક વેલ્યુએશન અને નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સારી કમાણીની સિઝન નાણાંકીય વર્ષ 2024ના બીજા ભાગમાં આવકની ગતિમાં રિકવરી તરફ દોરી શકે છે.એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની લગભગ 20 વિવિધ યોજનાઓની પેસિવ ઓફરિંગ્સ તેના ધારેલા ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે વિવિધ બેન્ચમાર્કનો લાભ લેવા માટે તૈયાર કરવામાં આવી છે.