NFO 25 ઓક્ટોબરે ખુલશે અને 6 નવેમ્બર 2023ના રોજ બંધ થશે

મુંબઈ/પુણે, 26 ઓક્ટોબર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, આ ફંડ રોકાણકારોને ફિક્સ્ડ ઇન્કમમાં રોકાણ કરવાની તક આપવા માંગે છે અને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ઉચ્ચ સ્તરની ક્રેડિટ ગુણવત્તા હોય તેની ખાતરી કરે છે.

સ્થિર વળતરની શક્યતાને વધારતી વખતે આ ક્રેડિટ જોખમને ઘટાડી શકે છે. ફંડની રચના 5-વર્ષની મેચ્યોરિટી પ્રોફાઇલ પર ભાર મૂકવાની સાથે, યિલ્ડ કર્વનો લાભ લેવા માટે કરવામાં આવી છે, જે કામગીરીની સંભાવનાને શ્રેષ્ઠ બનાવે છે અને વર્તમાન બજારમાં જ્યાં યિલ્ડ કર્વ મોટાભાગે સપાટ છે ત્યાં રોકાણકારોને શ્રેષ્ઠ રિસ્ક-રિવાર્ડ પ્રપોઝિશન પૂરી પાડે છે.

પ્રોડક્ટના લોંચ અંગે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ ગણેશ મોહને જણાવ્યું હતું કે, “અમારું બેંકિંગ અને પીએસયુ ફંડ રોકાણકારો માટે બેંકિંગ અને પીએસયુ સ્પેસમાં ઉપલબ્ધ ફિક્સ્ડ ઇન્કમ રોકાણની તકોનો ઉપયોગ કરવા માટેના દરવાજા ખોલે છે અને પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટના ફાયદા પૂરા પાડે છે. તે એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ તેમની મૂડી માટે પ્રમાણમાં સ્થિર રોકાણ વિકલ્પ ઇચ્છે છે. રોકાણકારો કે જેઓ અન્ય પરંપરાગત બેંકિંગ પ્રોડક્ટ્સ સિવાય વિવિધ ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવામાં રસ ધરાવતા હોય, તેઓને પણ આ ફંડ આકર્ષક લાગશે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઆઈઓ નિમેશ ચંદને જણાવ્યું હતું કે, ફંડ ઉચ્ચ ધિરાણ ગુણવત્તા જાળવી રાખશે અને ફાળવણીમાં બેંકો અને પીએસયુ કંપનીઓના ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તાવાળા બોન્ડ્સમાં 80% અને સોવરિન અને અન્ય ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તાવાળા બોન્ડ્સમાં 20%નો સમાવેશ થશે.