બજાજ ફિનસર્વે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ/પૂણે, જૂન 06: બજાજ ફિનસર્વ લિમિટેડે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેના નવા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત કરી છે. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ અને એચએનઆઈથી લઈને સંસ્થાઓ સુધીના વિવિધ પ્રોફાઈલ્સના રોકાણકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફિક્સ્ડ ઈન્કમ, હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં પ્રોડક્ટ્સનો વ્યાપક સમૂહ લોન્ચ કરશે. શરૂઆતમાં કંપની સંસ્થાકીય સેગમેન્ટ અને કંપનીની ટ્રેઝરીને સેવાઓ પૂરી પાડવા માટે ફિક્સ્ડ ઈન્કમ, લિક્વિડ, ઓવરનાઈટ અને મની માર્કેટ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું કે એસેટ મેનેજમેન્ટની શરૂઆત અમારી રિટેલ ફ્રેન્ચાઈઝીને વૈવિધ્યીકરણ કરવામાં અને ઘણા મોટા ગ્રાહક આધાર પર નાણાંકીય સેવાઓમાં જૂથની સંયુક્ત શક્તિનો લાભ ઉઠાવવામાં મદદ કરે છે.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગણેશ મોહને જણાવ્યું કે, અમે આલ્ફાના તમામ સ્ત્રોતો, એટલે કે ઈન્ફોર્મેશન એજ, ક્વોન્ટિટેટિવ એજ તેમજ બિહેવિયરલ એજને એક ફ્રેમવર્કમાં જોડવા માંગીએ છીએ, જેને અમે ‘INQUBE’ કહીએ છીએ. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે તેની પ્રથમ સાત સ્કીમ સેબીમાં દાખલ કરી હતી એટલે કે લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ આ પ્રોડક્ટ્સને આગામી 30 દિવસમાં રજૂ કરવાનું શરૂ કરશે અને ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સથી તેનો પ્રારંભ કરશે.
બજાજ ફિનસર્વને બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેની મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી માર્ચ 2023માં બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (BFAML)ને ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકેની અંતિમ નોંધણી પ્રાપ્ત થઈ હતી.