બેંક ઓફ બરોડાએ BOB લિક્વિડ ફિક્સ્ડ ડિપોઝીટ્સ લોન્ચ કરી
અમદાવાદ, 14 જાન્યુઆરીઃ બેંક ઓફ બરોડાએ પરંપરાગત ફિક્સ્ડ ડિપોઝીટ્સનો અનોખો વિકલ્પ બીઓબી લિક્વિડ ફિક્સ્ડ ડિપોઝીટ્સ રજૂ કર્યો છે. બીઓબી લિક્વિડ એફડી બચત ખાતા સાથે જોડાયેલી સરળ તરલતાની સુવિધા સાથે ફિક્સ્ડ ડિપોઝીટ્સના વધુ વળતર મેળવવાના લાભોને એક સાથે લાવે છે. તે ડિપોઝીટર્સને તેમની આખી એફડી બંધ કરાવ્યા વિના આંશિક ઉપાડની સગવડની ફ્લેક્સિબિલિટી આપે છે જેનાથી સુનિશ્ચિત થાય છે કે ડિપોઝીટધારકો જ્યારે જરૂર હોય ત્યારે તેમની તાકિદની નાણાંકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે અને બાકીના ફંડ પર એફડીના જેટલા જ દરો પર વ્યાજ મળવાનું ચાલુ રહે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે ડિપોઝીટધારકોને ઊંચા વળતરનો, ઓછી પ્રીપેમેન્ટ પેનલ્ટીનો અને જરૂર હોય ત્યારે ફંડ્સની ઝડપી એક્સેસનો લાભ મળે છે.
ઉદાહરણ તરીકે રૂ. 5 લાખની બીઓબી લિક્વિડ એફડીમાં ગ્રાહક મુદત પૂર્વે જ રૂ. 1 લાખ ઉપાડી શકે છે. બાકીની રૂ. 4 લાખની ડિપોઝીટ પર મૂળ દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે અને ગ્રાહકે રૂ. 1 લાખની ઉપાડેલી રકમ પર જ જે લાગુપાત્ર હોય તેટલી પ્રીપેમેન્ટ પેનલ્ટી ચૂકવવાની રહેશે, સમગ્ર રકમ પર નહીં.
બીઓબી લિક્વિડ એફડીના મુખ્ય ફાયદાઃ
બીઓબી લિક્વિડ એફડી રૂ. 5,000થી શરૂ થતી ફ્લેક્સિબલ ડિપોઝીટ્સ, 12થી 60 મહિના સુધીની મુદતના વિકલ્પો અને રૂ. 1,000ના ગુણાંકમાં સ્વીકારાતા આંશિક ઉપાડ જેવા ગ્રાહક કેન્દ્રિત ફીચર્સ ધરાવે છે. આ ઉપરાંત કમસે કમ 12 મહિનાનો સમયગાળો પૂરો કર્યો હોય તેવી રૂ. 5 લાખ સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર પાકતી મુદત પહેલા ઉપાડ માટે કોઈ પ્રી-પેમેન્ટ પેનલ્ટી લેવાશે નહીં.
બીઓબી લિક્વિડ એફડીના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છેઃ
લઘુતમ ડિપોઝીટ રકમઃ રૂ. 5,000 (અને ત્યારબાદ રૂ. 1,000ના ગુણાંકમાં), મહત્તમ ડિપોઝીટ રકમઃ કોઈ અપર લિમિટ નહીં, લઘુતમ સમયગાળોઃ 12 મહિના, મહત્તમ સમયગાળોઃ 60 મહિના, વ્યાજ દરઃ સમયાંતરે બેંક દ્વારા નક્કી કરવામાં આવતા ટર્મ ડિપોઝીટ્સ પરના પ્રવર્તમાન વ્યાજ દરે, પ્રીમેચ્યોર પેમેન્ટ અથવા આંશિક ઉપાડ સુવિધાઃ એફડીના સમયગાળા દરમિયાન જરૂર હોય તેટલી વખત રૂ. 1,000ના ગુણાંકમાં ઉપાડી શકાય.
- પ્રી-પેમેન્ટ પેનલ્ટીઃ
12 મહિનાનો લઘુતમ સમયગાળો પૂરો કર્યો હોય તેવી રૂ. 5 લાખ સુધીની ટર્મ ડિપોઝીટ્સના કિસ્સામાં પ્રીમેચ્યોર પેમેન્ટ્સ માટે કોઈ પેનલ્ટી લેવાશે નહીં
રૂ. 1 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ – પૂરો થયેલો સમયગાળો અથવા કોન્ટ્રાક્ટેડ રેટ બંનેમાંથી જે ઓછું હોય તે માટે લાગુપાત્ર વ્યાજ દરથી 1 ટકાની પેનલ્ટી
રૂ. 1 કરોડ અથવા તેનાથી વધુની ફિક્સ્ડ ડિપોઝીટ – પૂરો થયેલો સમયગાળો અથવા કોન્ટ્રાક્ટેડ રેટ બંનેમાંથી જે ઓછું હોય તે માટે લાગુપાત્ર વ્યાજ દરથી 1.5 ટકાની પેનલ્ટી
બેંક ઓફ બરોડાની બીઓબી લિક્વિડ એફડી એ વર્સેટાઇલ એફડી છે જે ઊંચા વળતર માટે લાંબા ગાળા માટે તેમના ફંડ્સને લોક કરવા ઇચ્છતા અને અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે ફ્લેક્સિબિલિટી જાળવવા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો માટે બચત કરવા વચ્ચે સંતુલન જાળવવા માંગતા લોકો માટે યોગ્ય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)