US ફેડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર વધારી 1.25 ટકા કર્યો
- 6 સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાને ડામવા જૂનમાં કર્યો વ્યાજ વધારો
- સૌથી ઊંચો 80 ટકા વ્યાજદર ઝીમ્બાવ્વેમાં, ફુગાવો નિરંકૂશ
- જાપાન અને સ્વીટ્ઝર લેન્ડમાં વ્યાજ- ફુગાવાના નેગેટિવ રેટ
વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારીનો દર) વધી રહ્યો હોવાના પગલે રિઝર્વ બેન્ક ઇન્ડિયા, યુએસ ફેડરલ રિઝર્વ પછી હવે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર quarter-point વધારીને 1.25 ટકા કરવાની જાહેરાત કરી છે. BoE એ સળંગ પાંચમી વાર વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી છે. જે 2009માં વૈશ્વિક નાણાકીય કટોકટી પછીનું ઉચ્ચતમ સ્તર છે. કારણકે તેને દહેશત છે કે, ફુગાવો વધીને 11 ટકાથી વધુ થઇ જશે. ફેડરલ રિઝર્વે યુએસ વ્યાજ દરોમાં વધુ આક્રમક વધારો કર્યાના એક દિવસ પછી, જાહેરાતને પગલે પાઉન્ડ ડોલર સામે એક ટકા ઘટ્યો હતો. BoE નો તાજેતરનો વધારો “મજબૂત ખર્ચ અને કિંમતના દબાણના સતત સંકેતો… અને તે દબાણો વધુ સતત બને તેવા જોખમના પ્રતિભાવમાં હોવાનું UK મીટિંગની મિનિટ્સમાં જણાવાયું છે.
જૂન માસમાં વ્યાજદર વધારનારી સેન્ટ્રલ બેન્ક્સ
સેન્ટ્રલ બેન્ક | વ્યાજદર | છેલ્લો સુધારો | એવરેજ ફુગાવો |
યુએસ | 1.75 | 15 જૂન | 2.23 |
યુકે | 1.25 | 16 જૂન | 1.47 |
ઓસ્ટ્રેલિયા | 0.85 | 7 જૂન | 1.93 |
કેનેડા | 1.50 | 7 જૂન | 1.40 |
ભારત | 4.90 | 8 જૂન | 6.12 |
પોલેન્ડ | 6.00 | 8 જૂન | 0.31 |
રશિયા | 9.50 | 10 જૂન | 8.10 |
યુક્રેન | 10.00 | 20 જાન્યુ.-22 | 16.73 |
ઝીમ્બાવ્વેમાં વ્યાજદર અને ફુગાવોઃ ન ભૂતો ન ભવિષ્યતિ
ઝીમ્બાવ્વે | 80.00 | 8 એપ્રિલ-22 | અપ્રાપ્ય |
માઇનસ ઇન્ટરેસ્ટ રેટ ધરાવતા દેશ
જાપાન | -0.10 | 29 જાન્યુ.-16 | -0.26 |
સ્વીટ્ઝરલેન્ડ | -0.75 | 15 જાન્યુ.-15 | -0.26 |
ડેનમાર્ક | -0.45 | 1 ઓક્ટો.-21 | 0.60 |
(સ્રોતઃગ્લોબલ રેટ્સ ડોટ કોમ, વિકિપિડિયા)