બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક 7.90 ટકા ઉપર 333 દિવસની રિટેલ ડિપોઝિટ લોંચ કરી
મુંબઇ, 3 સપ્ટેમ્બર: ભારતમાં જાહેરક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ સુપર સિનિયર સિટિઝન માટે વાર્ષિક 7.90 ટકાના ઊંચા વ્યાજદરની રજૂઆત કરતાં 333 દિવસો માટે તેની ખૂબજ આકર્ષક “સ્ટાર ધન વૃદ્ધિ ડિપોઝિટ સ્કીમ” લોંચ કરી છે. આ 333 દિવસની ટ્રિનિટિ ફિક્સ્ડ ડિપોઝિટ વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.75 ટકા વ્યાજ અને અન્યોને વાર્ષિક 7.25 ટકા વ્યાજ ઓફર કરે છે. ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર લોન અને સમય પહેલાં ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો બેંક ઓફ ઇન્ડિયાની કોઇપણ બ્રાન્ચની મુલાકાત લઇને અથવા બીઓઆઇ એમ્ની નિયો એપ / ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા બેંક ઓફ ઇન્ડિયા સાથે 333 દિવસ સ્ટાર ધન વૃદ્ધિ ફિક્સ્ડ ડિપોઝિટ ખોલાવી શકે છે. આ સુધારેલા દરો 01 સપ્ટેમ્બર, 2024થી લાગુ છે અને આ ઓફર મર્યાદિત સમય માટે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)