મુંબઈ, 11 મે: બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટેના તેના પરિણામોની જાહેરાત કરી છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 57 ટકા વધીને વધીને રૂપિયા 6,318 કરોડ થયો છે. એવી જ રીતે અનુક્રમિક ધોરણે ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7 ટકા વધ્યો છે અને તે નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,439 કરોડ થયો છે,જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,350 કરોડ હતો. એસેટ ક્વૉલિટીના મોરચે બેન્કનો કુલ એનપીએ રેશિયો વાર્ષિક ધોરણે 233 બેસિસ પોઇન્ટ ઘટ્યો છે અને ચોખ્ખો એનપીએ રેશિયો વાર્ષિક ધોરણે 44 બેસિસ પોઇન્ટ ઘટ્યો છે.

વૈશ્વિક કારોબાર વાર્ષિક ધોરણે 11.65 ટકા વધ્યો છે, વૈશ્વિક થાપણો વાર્ષિક ધોરણે 10.21 ટકા વધી છે અને વૈશ્વિક ધિરાણ વાર્ષિક ધોરણે 13.52 ટકા વધ્યું છે. 31મી માર્ચ,2024 પ્રમાણે બેન્કનો કુલ મૂડી પર્યાપ્ત ગુણોત્તર (સીઆરએઆર) 16.96 ટકા રહ્યો હતો, જે માર્ચ,2023માં 16.28 ટકા હતો. સીઈટી-1 રેશિયો પણ 31મી માર્ચ,2024ના રોજ 14.24 ટકા રહ્યો છે. આરએએમ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 15.55 ટકા વધીને રૂપિયા 2,74,477 કરોડ થયો છે, જે માર્ચ,2024માં એડવાન્સિસના 55.74 ટકાથી બનેલ છે. રિટેલ ક્રેડિટ ગ્રોથ આ અવધિમાં 18.12 ટકા વધીને રૂપિયા 1,11,484 કરોડ રહ્યો છે. એગ્રિકલ્ચર ક્રેડિટ પણ વાર્ષિક ધોરણે 16.69 ટકા વધી રૂપિયા 84,460 કરોડ રહ્યો છે. એમએસએમઈ ક્રેડિટ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 10.96 ટકા વધીને રૂપિયા 78,533 કરોડ થઈ છે. ડોમેસ્ટીક સીએએસએ માર્ચ,2024માં વાર્ષિક ધોરણે 7.03 ટકા વધી રૂપિયા 2,69,872 કરોડ થયું,જે માર્ચ,2023માં રૂપિયા 2,52,149 કરોડ હતી અને સીએએસએ રેશિયો 43.21 ટકા રહ્યો હતો.

બેન્કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન  17 લાખ નવા પીએમજેડીવાય ખાતા ખોલ્યા છે. પ્રાયોરિટી સેક્ટર એડવાન્સિસ વાર્ષિક ધોરણે 11.51 ટકા વધ્યા છે અને માર્ચ,2024માં એએનબીસીના 44.08 ટકા હાંસલ કરેલ છે. 31મી માર્ચ,2024 પ્રમાણે બેન્કની ડોમેસ્ટીક બ્રાંચની સંખ્યા 5148 છે. તે ગ્રામીણ વિસ્તારમાં: 1862 (36 ટકા), નાના શહેરોઃ1464 (29 ટકા), શહેરોઃ 830 (16 ટકા), મેટ્રોઃ 992 (19 ટકા)થી બનેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)