ફેસ્ટિવલ સિઝન પૂર્વે બેન્કોમાં FD RATES વધી ગયા
એક તરફ ક્રેડિટ ડિમાન્ડ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ તેમના એફડી ઉપરના વ્યાજદરોમાં પણ વધારો કરી નાંખ્યો છે. ખાસ કરીને ફેસ્ટીવ સિઝન પૂર્વે….
એસબીઆઇ, બીઓબી, કેનરા બેન્કે એફડી રેટ 6 ટકા કે તેથી વધુ કરી નાંખ્યો
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 75 દિવસીય ઉત્સવ ડિપોઝીટ સ્કિમ લોન્ચ કરી છે. જે 6.10 ટકા વ્યાજ ઓફર કરે છે. સિનિયર સિટિઝન્સને વધારાના 0.50 ટકાનો લાભ મળશે તે લટકામાં. બેન્ક ઓફ બરોડાએ પણ બરોડા તિરંગા ડિપોઝીટ સ્કીમ લોન્ચ કરી છે. જેમાં 444 દિવસની ડિપોઝીટ ઉપર 5.7 ટકા અને 555 દિવસની ડિપોઝિટ ઉપર 6 ટકા વ્યાજ જાહેર કર્યું છે. આ સ્કીમ ડિસેમ્બર-22 સુધી અમલમાં રહેશે, ખાસ કરીને રૂ. 2 કરોડથી નીચી ડિપોઝિટ્સ માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હોવાનું બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય કે ખુરાનાએ જણાવ્યું હતું. ગત સપ્તાહે કેનરા બેન્કે પણ 6 ટકા વ્યાજ ઓફર કરતી 666 દિવસની ડિપોઝિટ લોન્ચ કરી છે.
ઓગસ્ટ માસમાં આરબીઆઇએ રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે ત્યારથી કેટલીક બેન્કો જેવી કે, ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક, ઇન્ડિયન બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક વગેરેએ વિવિધ મેચ્યોરિટિ આધારીત ડિપોઝિટ્સ ઉપરના વ્યાજદરોમાં વધારો કર્યો છે.
ડિપોઝિટ ઉપરના વ્યાજદરમાં વધારો એક નજરે
બેન્ક | વ્યાજદર | સમયગાળો |
SBI | 6.10% | 1000 DAYS |
CANARA BANK | 6% | 666 DAYS |
BOB | 6% | 555 DAYS |
ICICI BANK | 5.75% | 5-10 YRS. |
AXIS BANK | 6.05% | 17 MTH.-18 MTH. |
HDFC BANK | 5.75% | 5-10 YRS. |
PNB | 5.75% | 1111DAYS- 3 YRS. |
(સ્રોતઃ વિવિધ બેન્કો, ફેરફાર હોઇ શકે છે)