સુરત, 14 ઓગસ્ટ: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે જૂન, 2024માં પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 3.03 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે (ચોખ્ખા નફાનું માર્જિન 5.80 ટકા) જેની સામે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 5.90 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 10.74 ટકા) રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવક રૂ. 51.57 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 54.87 કરોડની કામગીરીથી આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 6 ટકાનો ઘટાડો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 9.65 કરોડ (એબિટા માર્જિન 18.71 ટકા) રહી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 12.94 કરોડ (એબિટા માર્જિન 23.04 ટકા) હતી. નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇપીએસ શેરદીઠ રૂ. 0.62 હતી.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે કંપનીએ 19 જુલાઇ, 2024ના રોજ તેની બોર્ડ મીટિંગમાં 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે જરૂરી મંજૂરીઓ મેળવવાને આધીન રહીને બોનસ શેર બોર્ડની મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર 18, 2024ના રોજ અથવા તે પહેલાં જમા કરવામાં આવશે. ઉપરોક્ત ચોખ્ખો નફો સંયુક્ત સાહસ કંપની સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના રૂ. 2.83 કરોડના નુકસાનને સેટઓફ કર્યા પછીનો છે. આ કંપનીમાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન 52 ટકા જ્યારે એસસીજી ઈન્ટરનેશનલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ 48 ટકાનો હિસ્સો ધરાવે છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 4.39 કરોડ રહ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)