અમદાવાદ

હાલમાં જ ક્રિપ્ટો કરન્સી નેટવર્ક સેલ્સિયસે નાદારી જાહેર કરી હતી. ક્રિપ્ટો કરન્સીમાં છેલ્લા 3થી4 મહિનાથી ચાલતી મંદીના પગલે ડિફોલ્ટરની યાદીમાં વધુ કંપનીઓ સામેલ થઈ શકે છે. બિટકોઈન માઈનિંગ કંપનીઓ હાલ પ્રોફિટ માર્જિનના અભાવે નવા માઈનિંગ કે નવા મશીન ઓપરેટ કરવા અસક્ષમ બની છે. બિટકોઈન 2-3 મહિનાથી 19 હજારથી 22 હજાર ડોલરની રેન્જમાં ટ્રેડેડ છે.

બિટકોઈન માઈનિંગ ખર્ચ વધ્યો છે. જેથી પડકારો દૂર કરવા બિટકોઈન માઈનર્સ દ્વારા વેલિડ બ્લોક્સ સોલ્યુશનનું પ્રમાણ અર્થાત બિટકોઈન હેશ રેટ 13.55 ટકા વધ્યો છે. મંદીના માહોલ વચ્ચે બિટકોઈન હેશ રેટ ઓગસ્ટ,2021થી સતત વધી રહ્યો છે. જે 10 ઓક્ટોબરે 35.61 ટ્રિલિયનની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. અર્થાત પ્રતિ સેકેન્ડે 35.61 ટ્રિલિયન બિટકોઈનની ગણતરી થઈ શકે છે.

Scilling Digital Miningના સીઈઓ માર્ક મોર્ટને જણાવ્યુ હતું કે, માઈનર્સ માટે હાલ પ્રોફિટ માર્જિનના પડકારો વધ્યા છે. પરિણામે નવી મશીન ઓપરેટ કરી શકતા નથી. કે નવા માઈનિંગ ઘટ્યા છે. બિટકોઈન હેશ રેટમાં વધારો બિટકોઈન નેટવર્કની સુરક્ષા માટે આશાનું કિરણ છે. બિટકોઈન માઈનર્સ હવે નેટવર્ક તરફ વળ્યા છે. જે સુરક્ષામાં વધારો કરી રહ્યા છે.

શું છે બિટકોઈન હેશ રેટઃ બિટકોઈન નેટવર્કના પ્રોસેસિંગ પાવરને યુનિટમાં માપવાનું માધ્યમ હેશ રેટ તરીકે ઓળખાય છે. જે સુરક્ષાના હેતુ સાથે ગાણિતિક ગણતરીઓ માટે વપરાય છે. જેમ જેમ હેશ રેટ વધે છે તેમ બિટકોઈનની ગણતરીની ઝડપ વધે છે.

બ્લોક કેલ્ક્યુલેશનનો સમય ઘટી 9 મિનિટ: અગાઉ બે સપ્તાહમાં 2016 બ્લોક્સ ગણી શકાતા હતા. જે હવે ઘટી નવ મિનિટ થયો હોવાનું બિટકોઈન માઈનિંગ ટુલ કંપની Braiinsએ જણાવ્યું છે.

હેશ રેટ વધતાં પડકારો વધશે

બિટકોઈન વ્હાઈટ પેપરના સતોષી નાકામોટોએ જણાવ્યુ છે કે, જો બ્લોક્સ જનરેટ કરવાની સ્પીડ વધી તો સાથે પડકારો પણ વધશે. પ્રુફ ઓફ વર્કનું પ્રમાણ ઘટશે. માઈનિંગ કંપનીઓએ હેશ રેટમાં વધારો કરવા પોતાનું મોટાભાગનું હોલ્ડિંગ વેચી નાખ્યુ છે. જેનાથી કંપની ફડચામાં જવાની શક્યતા વધી છે.

બિટકોઈન માઈનિંગ માટે મોટાપ્રમાણમાં વીજનો વપરાશ થાય છે. માઈનિંગ સ્પીડમાં વધારો વીજના વેસ્ટમાં વધારો કરશે. માઈનર્સે એનર્જીના યોગ્ય અને સ્ટ્રેટર્જીક સ્રોત માટે કામગીરી કરવી જોઈએ.