BLS ઇ-સર્વિસિસે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હેઠળ રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા, ફ્રેશ ઈશ્યૂ સાઈઝ ઘટાડી
અમદાવાદ, 7 જાન્યુઆરીઃ BLS ઇન્ટરનેશનલ સર્વિસિસની પેટાકંપની BLS ઇ-સર્વિસિસે ROC સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પહેલા પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાં રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા છે.
સતનામ સિંહ ટક્કર, સંદીપ શ્રીવાસ્તવ, વિજય કુમાર અગ્રવાલ, રાજ્ય વર્ધન સોંથલિયા, શૌર્ય વર્ધન સોંથલિયા અને તરુણ ચાંદમલ જૈન સહિત કુલ 17 રોકાણકારોએ કંપનીના 11 લાખ ઇક્વિટી શેર્સ પસંદ કર્યા હતા.
કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને શેર દીઠ રૂ. 125ના ભાવે રોકડમાં 11 લાખ ઇક્વિટી શેરના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા ઇક્વિટી શેરનો વધુ ઇશ્યૂ હાથ ધર્યો છે, જે કુલ રૂ. 13.75 કરોડ (પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ) છે.
11 લાખ શેર એલોટમેન્ટ તારીખ 4 જાન્યુઆરી હતી. તદનુસાર, DRHPમાં નિર્ધારિત ફ્રેશ ઇશ્યૂ સાઈઝમાં પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટના અનુસંધાનમાં 11 લાખ ઇક્વિટી શેર્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્રેશ ઇશ્યુ સાઈઝ 2,30,30,000 ઇક્વિટી શેર્સ સુધીનું છે.
ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર ઓગસ્ટ 2023માં આઈપીઓ મારફત ફંડ ઊભું કરવા માટે ફાઇલ કર્યા હતા. IPOમાં કંપની દ્વારા માત્ર 2.41 કરોડ ઇક્વિટી શેરના ઇશ્યુનો સમાવેશ થાય છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 125 પર કંપનીએ તેનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ કર્યું છે, તે મુજબ આઇપીઓ સાઈઝ રૂ. 301.62 કરોડ હોઈ શકે છે. કંપનીને IPO યોજનાઓ સાથે આગળ વધવા માટે 12 ડિસેમ્બર, 2023ના રોજ સેબી તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે.
BLS કે જે ભારતની મોટી બેન્કોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ પૂરી પાડે છે, આસિસ્ટેડ ઈ-સેવાઓ; અને ભારતમાં પાયાના સ્તરે ઈ-ગવર્નન્સ સેવાઓ નવી ક્ષમતાઓ વિકસાવવા અને હાલના પ્લેટફોર્મને મજબૂત કરવા માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રૂ. 97.6 કરોડ અને BLS સ્ટોર્સની સ્થાપના કરીને ઓર્ગેનિક વૃદ્ધિ માટે રૂ. 74.78 કરોડ ખર્ચશે.
વધુમાં, તે એક્વિઝિશન દ્વારા અકાર્બનિક વૃદ્ધિ હાંસલ કરવા માટે રૂ. 28.71 કરોડનો ઉપયોગ કરશે, અને બાકીની નેટ ઇશ્યુની આવક સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અલગ રાખવામાં આવશે.