બ્રેઇનબીસ સોલ્યુશન્સે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1,885.8 કરોડ એકત્રિત કર્યા
અમદાવાદ, 6 ઓગસ્ટઃ બ્રેઇનબીસ સોલ્યુશન્સ લિમિટેડે શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સ દીઠ રૂ. 465ના અપર પ્રાઇઝ બેન્ડ (જેમાં ઇક્વિટી શેર્સ દીઠ રૂ. 463નું પ્રીમિયમ સમાવિષ્ટ છે) પર કંપનીના સૂચિત આઈપીઓ પૂર્વે રૂ. 1,885.8 કરોડ એકત્રિત કર્યા છે અને 71 એન્કર ઇન્વેસ્ટર્સને 4,05,55,428 ઇક્વિટી શેર્સ ફાળવ્યા છે. 4,05,55,428 ઇક્વિટી શેર્સની એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણી પૈકી 1,51,60,928 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને થયેલી કુલ ફાળવણીના 37.38 ટકા) કુલ 23 સ્કીમ્સ થકી 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા.
ઓફરમાં રૂ. 16,660.00 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા 5,43,59,733 ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર ફોર સેલ”)નો સમાવેશ થાય છે. વેચાણની ઓફરમાં કોર્પોરેટ સેલિંગ શેરધારકો દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 4,68,14,458 ઈક્વિટી શેર્સ અને વ્યક્તિગત વેચાણ કરતા શેરધારકો દ્વારા દરેક રૂ. 2ની ફેસ વેલ્યુના 75,45,275 ઈક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)