WhatsApp પર વધુ અર્થપૂર્ણ વાર્તાલાપ નિર્માણ કરવા વેપારો માટે નવી પદ્ધતિઓ લવાઈ
મુંબઈ,12મી સપ્ટેમ્બર,2024: વ્હોટ્સએપ બિઝનેસ સમિટમાં અમે અનેક વિશિષ્ટતાઓ અને અપડેટ્સની ઘોષણા કરી, જે આગામી તહેવારની મોસમ પૂર્વે દેશભરમાં વેપારોને હાજરી નિર્માણ કરવા, તેમના ગ્રાહકો સાથે ઉત્તમ ઈન-ચેટ અનુભવ નિર્માણ કરવા અને પરફોર્મન્સ પ્રેરિત કરવા માટે મદદરૂપ થશે. અમારી નવી વિશિષ્ટતાઓ અને કાર્યક્રમો સાથે અમે ભારતમાં નાના વેપારોની વૃદ્ધિને ટેકો આપવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી.
વ્હોટ્સએપ પર સર્વ નાના વેપાર માટે મેટા વેરિફાઈડની રજૂઆત
લાખ્ખો નાના વેપારો ભારતમાં વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરે છે અને તેઓ વારંવાર અમને કહે છે કે તેઓ અનોખા તરી આવવા માગે છે અને તેમના ગ્રાહકો સાથે વિશ્વસનીયતા નિર્માણ કરવા માગે છે. મેટા વેરિફાઈડ વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરતા ભારતમાં સર્વ પાત્ર નાના વેપારો માટે ઉપલબ્ધ છે. મેટા વેરિફાઈડ સાથે જે વેપારો સબ્સ્ક્રાઈબ કરવા અને તેમની વિશ્વસનીયતા દર્શાવવા માગે તેમને ઓનલાઈન તેમની બ્રાન્ડની વ્યાપ્તિ વધારવા અને તેને ગ્રાહકો સાથે ચેટ વધુ કાર્યક્ષમ બનાવવા મદદરૂપ થતા વેરફાઈડ બેજ, ઈમ્પર્સોનેશન પ્રોટેકશન, અકાઉન્ટ સપોર્ટ અને પ્રીમિયમ વિશિષ્ટતાઓ પ્રાપ્ત કરશે. આ જ બેજ તેમની વ્હોટ્સએપ ચેનલો અને બિઝનેસ પેજ પર દેખાશે, જેથી તે સોશિયલ મિડિયા અને વેબસાઈટ્સ પર શેર કરવાનું આસાન બનશે.
વ્હોટ્સએપ બિઝનેસ એપ પર મેસેજીસ કસ્ટમાઈઝ કરો
ભારતમાં આજથી શરૂઆત કરતાં અમે વ્હોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરતા નાના વેપારો માટે તેમના ગ્રાહકોને કસ્ટમાઈઝ્ડ મેસેજીસ મોકલવા માટે ક્ષમતા રજૂ કરવાનું શરૂ કર્યું છે, જેમાં એપોઈન્ટમેન્ટની યાદગીરી, જન્મદિવસની શુભેચ્છો અથવા હોલીડે સેલ ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે મોકલી શકશે. નવી વિશિષ્ટતાઓ ફી સાથે ઉપલબ્ધ હોઈ વેપારોને ગ્રાહકોનું નામ અને કસ્ટમાઈઝેબલ કોલ-ટુ-એકશન બટનો સાથે પર્સનલ મેસેજીસ મોકલવા સક્ષમ બનાવે છે અને મેસેજીસ કયા દિવસ અને સમયે મોકલવાના છે તેનું શિડ્યુલ બનાવવા પણ તેમને અભિમુખ બનાવે છે.
ભારતમાં તહેવારની મોસમ ચાલુ થઈ રહી છે ત્યારે અમે માનીએ છીએ કે નવી અપડેટ્સ સાથે ઉત્તમ વ્યવહારો વેપારોને તેમનું વેચાણ વધારવા અને વૃદ્ધિ ઝડપી બનાવવા માટે સશક્ત બનાવશે. આ નાવીન્યપૂર્ણ સમાધાનનો લાભ લઈને વેપારો તહેવારના ધસારાનો લાભ લઈ શકે અને સફળતા માટે નવી તકો ઝડપી શકે છે.