IPO ખૂલશે14 સપ્ટેમ્બર
IPO બંધ થશે18 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ.156-164
લોટ90 શેર્સ
ઇશ્યૂ સાઇઝ34352255 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 563.4 કરોડ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એક તરફ ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડનો IPO શનિવાર સાંજ સુધીમાં 43 ટકા ભરાયો છે. ત્યારે બીજી તરફ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસિસ તરફથી આ IPOમાં એકાદ અરજી તો કરવી તેવી ભલામણ કરી રહ્યા છે. ઇશ્યૂ 18 સપ્ટેમ્બરે બંધ થાય છે.

SBI સિક્યુરિટિઝઃ કંપની સેક્ટર કેન્દ્રિત છે તથા બેંકિંગ અને ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, એફએમસીજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ વગેરેને આવરી લે છે. કંપનીનો ભારતમાં કોઈ લિસ્ટેડ પિઅર (સમકક્ષ) નથી. નબળા કેશ ફ્લો, ઓછા માર્જિન અને નીચા રિટર્ન રેશિયોને જોતા વેલ્યુએશન સાધારણ મોંઘા છે. લાંબા ગાળાના રોકાણકારો ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે.

જિયોજિત ફાઇ. સર્વિસિસઃ ટૂંકાથી મધ્યમગાળા ઉપર ‘સબસ્ક્રાઇબ’ રેટિંગ આપે છે. વિવિધ ઇન્ડસ્ટ્રીમાં અલગ-અલગ ક્લાયન્ટ્સનો આધાર, વર્ષોથી આવકમાં સતત વૃદ્ધિ,વૈવિધ્યસભર રેવન્યૂ મોડલ અને વિકસાશીલ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્ર સહિતના પરિબળો તેની ફેવર કરે છે.

વિવિધ કેટેગરીમાં રિસ્પોન્સ એટ એ ગ્લાન્સ

કેટેગરીકેટલાં ગણો ભરાયો
ક્યૂઆઇબી00
એનઆઇઆઇ0.29
રિટેલ1.91
કુલ0.43

હેમ સિક્યુરિટિઝઃ ઇશ્યૂને સબસ્ક્રાઇબ ફોર લોંગ ટર્મ રેટિંગ આપે છે. કંપની પાસે વિશિષ્ટ SaaS-આધારિત ફિનટેક પ્લેટફોર્મ છે, જે પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મોબાઇલ એપ્લિકેશન અને એપીઆઇના એકીકરણનું મિશ્રણ જોતાં રોકાણ કરી શકાય.

ચોઈસ સિક્યોરિટીઝ નવા પ્લેટફોર્મ ‘ઝોયર’ની શરૂઆત અને તેના ગ્રાહક આધારમાં વધારો કરવાના સતત પ્રયત્નો સાથે કંપની સકારાત્મક આઉટલૂક ધરાવે છે.

ઇન્ડસેકઃ ‘સબસ્ક્રાઇબ’ રેટિંગ આપે છે. ઝેગલ તેના વિશિષ્ટ બિઝનેસ મોડલ સાથે અલગ-અલગ ઓફરિંગ્સ ધરાવે છે તથા તેના બિઝનેસના સ્કેલમાં વધારો કરવા માટે યોગ્ય પરિબળો ધરાવે છે.