BUDGET 2024: રિયલ એસ્ટેટની ઉદ્યોગના દરજ્જા માટે ડિમાન્ડ, હોમ લોન પર વધુ ડિસ્કાઉન્ટની માંગ
નવી દિલ્હી, 4 જુલાઇઃ રિયલ એસ્ટેટ સેક્ટરની ખાસ્સા લાંબા સમયની ડિમાન્ડ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં પૂર્ણ થવાનો આશાવાદ ઉદ્યોગ સેવી રહ્યો છે. સંસદનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. હવે દરેક લોકો બજેટ સત્રની રાહ જોઈ રહ્યા છે, એવી આશા છે કે બજેટ 22 જુલાઈએ રજૂ થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ રજૂ કરશે. રિયલ એસ્ટેટ સેક્ટરને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓને આશા છે કે આ વખતે તેમને ઉદ્યોગનો દરજ્જો મળી શકે છે. આ ઉપરાંત હોમ લોન પર ટેક્સ મુક્તિની મર્યાદા પણ વધારવામાં આવે તેવી અપેક્ષા છે.
આ ક્ષેત્રની લાંબા સમયથી માંગણીઓ છે, જેમ કે ઉદ્યોગનો દરજ્જો આપવો અને સિંગલ વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરવી. પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે કિંમતો ઘટાડવા માટે સરકારી પ્રોત્સાહનો આપવાં, જે સામાન્ય વસ્તી માટે આવાસને વધુ સસ્તું બનાવે છે.
પ્રદીપ અગ્રવાલ, સિગ્નેચર ગ્લોબલના ચેરમેને જણાવ્યું હતું કે આગામી બજેટ તરફ જોતાં, રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઘણા મહત્વપૂર્ણ સુધારાની અપેક્ષા રાખે છે જે વૃદ્ધિને વેગ આપશે કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે. એક સરળ સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ પ્રોજેક્ટ મંજૂરીઓને ઝડપી બનાવશે, વિલંબને ઘટાડશે અને પ્રોજેક્ટના અમલીકરણમાં વધારો કરશે. GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ નિયમોમાં સુધારાથી પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થશે અને પારદર્શિતામાં વધારો થશે, જ્યારે કલમ 24 હેઠળ હોમ લોન વ્યાજ મુક્તિને રૂ. 5 લાખ સુધી વધારવાથી માંગમાં વધારો થશે.
અંકિત કંસલ, MD, એક્ઝોન ડેવલપર્સ કહે છે કે, જ્યારે ઉદ્યોગ આશાવાદી છે, ત્યારે અમે સરકારને અમુક ચોક્કસ પડકારોનો સામનો કરવા વિનંતી કરીએ છીએ અને ક્લિયરન્સ સિસ્ટમનો અમલ એ લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દો અને આ પડકારોને ધ્યાનમાં રાખીને, ઉદ્યોગને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે. રાહેજા ડેવલપર્સના નયન રહેજા કહે છે કે, આશા છે કે સરકાર આગામી બજેટમાં કેટલીક નીતિગત પહેલ કરશે, જેમ કે ઉદ્યોગની સ્થિતિ અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ છે અને અમે તેના પર સકારાત્મક પગલાંની અપેક્ષા રાખીએ છીએ. કલમ 80C હેઠળ હાઉસિંગ લોનની મુખ્ય ચુકવણીની કપાત મર્યાદા વર્તમાન રૂ. 1,50,000 થી વધારવાની પણ માંગ છે. અંસલ હાઉસિંગના ડાયરેક્ટર કુશાગ્ર અંસલ કહે છે કે, ભારતના જીડીપીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું યોગદાન આવતા વર્ષે ભારતના જીડીપીના 13% સુધી પહોંચવાનો અંદાજ છે. MRG ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રજત ગોયલ કહે છે કે આગામી બજેટમાં મુખ્ય અપેક્ષાઓમાં ઉદ્યોગનો દરજ્જો અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)