સીંગલ સિલીન્ડર શ્રેણીમાં કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા LION સીરીઝના મીની ટ્રેક્ટર લોન્ચ
અમદાવાદ: રાજકોટ સ્થિત ગુજરાતની સૌપ્રથમ મીની ટ્રેક્ટર ઉત્પાદક કપંની કેપ્ટન ટ્રેક્ટર્સે ભારતમાં સીંગલ સિલીન્ડર ટ્રેક્ટર શ્રેણીમાં ખુબ જ પ્રભાવશાળી નવા LION સીરીઝ (200DI-LS) મીની ટ્રેક્ટરનું નવું મોડલ ખોડલધામ મંદિર કાગવડ(રાજકોટ) ખાતેથી લોન્ચ કર્યું છે. સીંગલ સીલીન્ડર મીની ટ્રેક્ટરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે, આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી પાવરફુલ, સુવિધાજનક, આરામદાયક, આકર્ષક દેખાવ, સુરક્ષીત ટ્રેક્ટર મળશે, જે દરેક ખેડૂતોના સપનાઓને સાકાર કરશે અને સાથે સાથે ખુબજ ઓછું મેઇન્ટેનન્સ તથા ડિઝલની બચત પણ થશે તેવું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું. કંપનીએ તા. 26 ફેબ્રુઆરીના રોજ ખોડલધામ ખાતે આયોજીત સમારંભમાં ૨૦૦ ટ્રેક્ટર્સનું ખેડૂતોને વિતરણ કર્યું હતું.
રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કંપનીએ 35 એકરમાં નવો પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ શાઇન કર્યા છે. તે સાકાર થશે તો કંપની ભવિષ્યમાં વર્ષે 1 લાખ ટ્રેક્ટર્સ ઉત્પાદનના લક્ષ્યાંકને પણ સહેલાઇથી હાંસલ કરવા સક્ષમ છે.
લાયન શ્રેણીના મીની ટ્રેક્ટરની વિશેષતાઓ
તદ્દન નવોજ અને પ્રભાવશાળી દેખાવ અને ૯+૩ સાઇડ શિફ્ટ ટ્રાન્સમીશન
ટુંકી ટર્નિંગ રેડિયસ અને પાવરફુલ સીંગલ સીલીન્ડર એન્જીન
એડજેસ્ટેબલ વ્હીલ રીમ જેનાથી ૨૮ થી ૩૯ ઇંચની જાળી થઇ શકે છે
ફિધર ટચ ૧૦૦૦ કિગ્રાની કેપેસીટી વાળું ખુબ અસરકારક હાઇડ્રોલિક
ઓઇલ ઇમર્સડ બ્રેક, ૫૪૦ અને ૧૦૦૦ આરપીએમ વાળી પીટીઓ
મોટા ફુટ ફ્લોર સાથે રબ્બર મેટ, હાઇ ગ્રીપીંગ રબ્બર પેડલ પેડ
પ્રકાશિત પ્રોજેક્ટ લેમ્પ, સરળતાથી ચડવા ઉતરવા માટે ફેંડર હેન્ડલ
4 વેરિએન્ટમાં લોન્ચ થયેલું નવું મોડલ 20 એચપી સિરિઝ, 10 અવનવા રંગોમાં
55થી વધુ દેશોમાં નિકાસ અને સંખ્યાબંધ એવોર્ડ્સ
કેપ્ટન ટ્રેક્ટર્સએ મીની ટ્રેક્ટરના સંશોધન, ક્વોલિટી અને ઉદ્યોગ સાહસિક્તા માટે ૧૪ થી વધુ નેશનલ અને સ્ટેટ લેવલના એવોર્ડસ મેળવ્યા છે તેમજ ૫૫ થી વધુ દેશોમાં કેપ્ટન ટ્રેક્ટર્સની નીકાસ કરાય છે. કેપ્ટન મિની ટ્રેક્ટર અન્ય ટ્રેક્ટરની સરખામણીમાં લગભગ 40% ઓછું ઇંધણ વાપરે છે. કેપ્ટન મિની ટ્રેક્ટરનું હાર્ટ એ એન્જિનને પરીક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટેના ધોરણો તરીકે ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
10 લાખના ટ્રેક્ટર માર્કેટમાં 1 લાખ મિનિ ટ્રેક્ટરનો હિસ્સો
કંપની મહિને 12000 ટ્રેક્ટર્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે
બે વર્ષમાં પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 24000 ટ્રેકટરની થશે
કંપનીના કુલ વેચાણોમાં નિકાસોનો હિસ્સો 12 ટકાથી વધુ
યુરોપના 20થી વધુ દેશો તેમજ અમેરિકામાં કરે છે નિકાસ