Stock Market Live: Cochin Shipyardનો શેર 17 ટકા ઉછળ્યો, ડિફેન્સ શેરોમાં તેજી
આજે ડિફેન્સ શેરો એટ અ ગ્લાન્સ (ભાવ 11.10 વાગ્યા સુધીના)
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઉછાળો |
કોચીન શિપયાર્ડ | 1118 | 17.05% |
પારસ ડિફેન્સ | 798.25 | 4.16% |
મઝાગોન ડોક | 2046.25 | 7.41% |
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ | 917.90 | 11.83% |
Apollo Micro Systems | 58.05 | 8.40% |
Astra MicroWave | 417.50 | 8.09% |
અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ સ્થાનિક શેરબજારોના સ્થિર માહોલ વચ્ચે આજે કોચિન શિપયાર્ડનો શેર 17 ટકાથી વધુ ઉછળ્યો છે. જે બીએસઈ ખાતે ગઈકાલના બંધ 955.15 સામે નજીવા સુધારે 956ના સ્તરે ખૂલ્યા બાદ 18.93 ટકા ઉછળી 1136ની વાર્ષિક સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 10.52 વાગ્યે 17.77 ટકા ઉછાળે 1124.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોચીન શિપયાર્ડના શેરમાં તેજી પાછળનું કારણ તેને એરક્રાફ્ટનો સૌથી મોટો સોદો મળવાના અહેવાલો છે.
ડિફેન્સ શેરોમાં તેજી
મઝાગોન ડોક, પારસ ડિફેન્સ, કોચીન શિપયાર્ડ, ભેલ સહિતના શેરોમાં તેજી જોવા મળી છે. કેન્દ્ર સરકાર ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને વેગ આપવા તેમજ સુરક્ષા ક્ષેત્રોના વિસ્તરણ સાથે આત્મનિર્ભર બનાવવા પોલિસીમાં અનેક મોટા ફેરફારો કરવા જઈ રહી હોવાના અહેવાલો છે. જેનો લાભ ડિફેન્સ સેક્ટરને થવાની શક્યતાને જોતાં ડિફેન્સ શેરોમાં તેજી નોંધાઈ છે. મઝાગોન ડોક શિપબિલ્ડર્સ, કોચીન શિપયાર્ડ, પારસ ડિફેન્સ જેવા જુડિફેન્સ શેરો ગુરુવારે 2 થી 17 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.