Gold LBMA Spot:નેગેટિવ બાયસ સાથે માર્કેટમાં ચોપ્પી ટ્રેન્ડ જળવાઇ રહેવાની શક્યતા છે. 1780 ડોલરની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થયા પછી માર્કેટમાં સુધારાની શક્યતા જણાય છે. નીચામાં 1680 ડોલરનો મેજર સપોર્ટ ગણાવી શકાય.
Silver LBMA Spot:માર્કેટમાં કરેક્શનનો ટ્રેન્ડ જારી રહેવા સાથે સિલ્વર 22 ડોલરની સપાટી જાળવી રાખે તે મહત્વનું રહેશે. તેની ઉપર માર્કેટમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.
Crude Oil NYMEX76 ડોલરની નીચે ઘટાડાની ચાલ જોવા મળી શકે. જેમાં લિક્વિડેશન વધી શકે છે. 76 ડોલરની સપાટી ઉપર જળવાઇ રહેતાં સુધારો આગળ વધી શકે.

MCX TECHNICAL COMMENTARY

Gold KG Decસોનું જ્યાં સુધી સ્થાનિકમાં રૂ. 53000ની સપાટી ક્રોસ કરી શકે નહિં, ત્યાં સુધી કરેક્ટિવ મોડ જળવાઇ રહેવાની શક્યતા છે. તેની પર માર્કેટમાં ફ્રેશ રેલી જોવા મળી શકે. લગ્નસરાની સિઝનની ખરીદી પણ સુધારા માટે એટલી જ જવાબદાર રહી શકે.
Silver KG Decરૂ. 63000- 59800ના લેવલ્સ પૈકી જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ જોવા મળી શકે. આ બન્ને સ્ટોપલોસ ધ્યાને રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Crude Oil Novરૂ. 6200 નીચે બ્રેક થાય તો લિક્વિડેશન પ્રેશર વધી શકે છે. અન્યથા માર્કેટમાં સાધારણ સુધારાની શક્યતા જોવાઇ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)