ક્રૂડ તેલ ફરી લપસ્યુઃ કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ

એમસીએક્સ પર કિંમતી ધાતુઓના વાયદામાં આજે પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ આગળ વધી હતી. ચાંદી વાયદો રૂ. 1266ના ઘટાડા સાથે નીચામાં રૂ. 59 હજાર બોલાઇ ગયો હતો. સોનાનો જૂન વાયદો પણ રૂ. 142 ઘટ્યો હતો.

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,939ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,946 અને નીચામાં રૂ.50,640ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.142 ઘટી રૂ.50,680ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 ઘટી રૂ.40,664 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,068ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,877ના ભાવે ખૂલી, રૂ.137 ઘટી રૂ.50,725ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,550ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,655 અને નીચામાં રૂ.59,001ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1266 ઘટી રૂ.59,486ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1263 ઘટી રૂ.59,834 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,255 ઘટી રૂ.59,851 બોલાઈ રહ્યો હતો.

એલ્યુમિનિયમ, તાંબામાં પણ ઘટાડાની ચાલ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.3.10 ઘટી રૂ.229.45 અને જસત મે વાયદો રૂ.6.60 ઘટી રૂ.310ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.13.45 ઘટી રૂ.742.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.80 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.

એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ રૂ. 61 ઘટ્યું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,124 અને નીચામાં રૂ.7,953ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.61 ઘટી રૂ.8,094 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.70 ઘટી રૂ.572.20 બોલાઈ રહ્યો હતો.

કોટન મે વાયદામાં રૂ. 100નો સુધારો

કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,950 અને નીચામાં રૂ.47,740ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.47,850ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,900ના ભાવે ખૂલી, રૂ.475 વધી રૂ.17875 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.1130.90 થયો હતો.