કોમોડિટી રિવ્યૂઃ સોનામાં સપોર્ટ રૂ. 58,040-57,820, રેઝિસ્ટન્સ 68,840-69,420
અમદાવાદ, 23 જૂન
સોના અને ચાંદીના ભાવ 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. સેન્ટ્રલ બેંકો હજુ પણ તેમની નાણાકીય નીતિઓ પર હૉકીશ વલણ ધરાવે છે, જે કિંમતી ધાતુઓ પર દબાણ લાવી રહી છે. યુએસ બેરોજગાર દાવાઓ 264K પર સ્થિર હોવા છતાં પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા. સોનાને $1904-1892 પર સપોર્ટ છે જ્યારે રેઝિસન્ટસ $1925-1936 પર છે. ચાંદીને $22.02-21.86 પર સપોર્ટ છે, જ્યારે રેઝિસન્ટસ $22.35-22.50 પર છે. INRના સંદર્ભમાં સોનાને રૂ. 58,040-57,820 પર સપોર્ટ છે, જ્યારે રેઝિસન્ટસ રૂ. 58,480, 58,620 પર છે. ચાંદી રૂ.67,820-67,420 પર સપોર્ટ ધરાવે છે, જ્યારે રેઝિસન્ટસ રૂ.68,840-69,420 પર છે.
ક્રૂડ તેલઃ $68.70–68.00 પર સપોર્ટ અને $70.00–70.60 પર રેઝિસન્ટસ
ગુરુવારે ક્રૂડ ઓઈલના વાયદામાં આશરે 4%નો ઘટાડો થયો હતો. ઊંચા વ્યાજ દરો આર્થિક વૃદ્ધિને ધીમી પાડી શકે છે અને તેલની માંગમાં ઘટાડો કરી શકે છે. યુએસ ક્રૂડ ઇન્વેન્ટરીઝમાં આશ્ચર્યજનક ઘટાડો થયા પછી પણ બંને બેન્ચમાર્ક દબાણ હેઠળ રહ્યા હતા. આજના સત્રમાં ક્રૂડ ઓઈલને $68.70–68.00 પર સપોર્ટ અને $70.00–70.60 પર રેઝિસન્ટસ છે. INRના સંદર્ભમાં, ક્રૂડ ઓઇલ રૂ. 5,610-5,540 પર સપોર્ટ ધરાવે છે, જ્યારે રેઝિસન્ટસ રૂ. 5,770-5,840 પર છે.
(Report: Mehta Equities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)