COMMODITY TECHNICAL OUTLOOK
અમદાવાદઃ પ્રાઇમરી સેકન્ડરી માર્કેટમાં પ્રવેશેલા કરેક્શનના કારણે ધીરે ધીરે બુલિયન માર્કેટમાં બૂમ-બૂમની સ્થિતિ વધી રહી છે. જેમાં એમસીએક્સ સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 67000ની સપાટી ક્રોસ કરી રહ્યા છે. આગળ ઉપર લગ્નસરાની સિઝન અને કોવિડ ક્રાઇસિસ બન્ને સામસામે ટકરાઇ રહ્યા હોવાથી કિંમતી ધાતુઓની તેજી કેટલી તાજી રહે છે તે જોવાનું રહેશે.
Gold LBMA Spot | 1825 ડોલરની સપાટી આસપાસ સેલિંગ પ્રેશર જોવા મળી શકે. જોકે, 1770 ડોલરની સપાટી નીચે વીકનેસ જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. |
Silver LBMA Spot | 22.50 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી સુધારાની ચાલ જારી રહી શકે છે. તેની નીચે કરેક્શનની શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. |
Crude Oil NYMEX | ક્રૂડ ઓઇલમાં 75 ડોલરની ઉપરની સપાટી જળવાઇ રહેવા સાથે સુધારો પણ આગળ વધી શકે. પરંતુ જો 75 ડોલરની સપાટી તોડે તો કરેક્શન જોવા મળી શકે. |
MCX TECHNICAL OUTLOOK
Gold KG Dec | રૂ. 55000 ઉપરની સતત સપાટી જળવાઇ રહેવા સાથે સોનામાં સુધારાની આગેકૂચ જોવા મળી શકે. ઘરઆંગણે લગ્નસરાની સિઝનની ડિમાન્ડ રહેવા સામે કોવિડ ક્રાઇસિસનો ખતરો પણ ઝળૂંબી રહ્યો છે. તે જોતાં જો રૂ. 54500ની સપાટી નીચે જાય તો કરેક્શન ઘેરું બનવાની શક્યતા પણ નકારી શકાય નહિં. |
Silver KG Feb | ઇન્ટ્રા-ડે આઉટલૂક પોઝિટિવ જણાય છે. રૂ. 67000ની સપાટી જળવાઇ રહે ત્યાં સુધી નીચે જવાની શક્યતા ઓછી છે. પરંતુ જો 66600નું લેવલ તોડે તો તેજીનો વેપાર સંકેલી લેવાની સલાહ પણ મળી રહી છે. |
Crude Oil Dec | રૂ. 6300નો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી સુધારાની આગેકૂચ પણ જળવાઇ રહે. તેની નીચે વીકનેસ વધી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. |
TECHNICAL OUTLOOK BY JEOJIT
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)