2022નું વર્ષ વૈશ્વિક અર્થતંત્રો તેમજ શેરબજારો માટે અનિશ્ચિતતાઓ, ફુગાવાના પ્રેશર તેમજ જિયો પોલિટિકલ ક્રાઇસિસથી ભરેલું વિદાયથઇ રહેલું છે. પરંતુ ભારતીય અર્થતંત્ર માટે તે તકોની વણઝાર સમું પૂરવાર થઇ રહ્યું છે. નિફ્ટીએ તા. 12 ડિસેમ્બર સુધીમાં 7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેની સામે વૈશ્વિક શેરબજારોમાં એવરેજ 10-20 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. વાસ્તવમાં નિફ્ટીએ 18888 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી પણ હાંસલ કરી છે. જોકે, ઓવરઓલ માર્કેટ કન્ડિશન જોઇએ તો સ્મોલકેપ, હેલ્થકેર સહિતના કેટલાંક સેક્ટોરલ્સમાં જોઇએ તેવો ટેમ્પો જામ્યો નહિં. પરંતુ પીએસયુ તેમજ પ્રાઇવેટ બેન્ક્સ અને એનબીએફસીમાં પકડાયેલી ફેન્સીમાં સંખ્યાબંધ શેર્સમાં 75- 100 ટકા સુધીનો સુધારો પણ જોવા મળ્યો છે.

ભારતીય અર્થતંત્રમાં જળવાયેલી સ્થિરતા માટેના મુખ્ય બે કારણોઃ

  1. સેન્ટ્રલ ગવર્નમેન્ટની કોવિડગ્રસ્ત ઉદ્યોગોને રાહતો અને કેપેક્સ પ્લાન્સ
  2. જીએસટી કલેક્શન સતત આઠમાં મહિને વધી રૂ. 1.4 લાખ કરોડે પહોંચ્યું જે દર્શાવે છે કે, કન્ઝ્યુમર ઇકોનોમિમાં ગ્રોથ મોમેન્ટમ જારી જ છે.

ભારતીય અર્થતંત્રની સ્થિતિ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો એવું કહી શકાય કે રણમાં ખિલેલું ગુલાબ જેવી છે. વિશ્વ સંખ્યાબંધ ચેલેન્જિસનો સામનો કરી રહ્યું છે. ત્યારે એફઆઇઆઇનો પ્રવાહ પોઝિટિવ બન્યો છે. ઇ.સ. 2023ની સંભવિતતાઓ વિશે કહી શકાય કે, મંદીની દહેશત, જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને વધી રહેલાં કોવિડ કેસોના કારણે વૈશ્વિક શરેબજારોમાં વોલેટિલિટી વધી શકે છે. ફેડ તેમજ આરબીઆઇની પોલિસી ઉપર પણ મોટો મદાર રહેશે. 2023માં બે થિમ્સ ઉપર જોર રહેશે. જેમાં ક્રેડિટ ગ્રોથ અને કેપેક્સ તે જોતાં બીએફએસઆઇ, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ હાઉસિંગ, ડિફેન્સ, રેલવે સેક્ટર ઉપર વિશેષ ફોકસ રહેશે.

કેલેન્ડર 2023ના વોચલિસ્ટમાં સમાવવા જેવાં શેર્સ

CompanyM.Cap (INR cr)CMP (INR)EPS (INR) FY23EEPS (INR) FY24EPE (x) FY23EPE (x) FY24E
Infosys  6,41,5431,510586526.223.1
SBI  5,27,043593587010.28.5
ITC  4,11,899335151722.219.6
L&T  2,96,7642,146789727.422.2
Axis Bank  2,81,522932698013.411.6
Maruti 2,50,9708,34823737835.222.1
Titan  2,19,4612,489384565.255.0
UltraTech  1,99,3566,95118222338.231.2
Apollo Hospital68,5984,770629276.951.7
PI Industries    53,0193,5228110143.434.7
Macrotech Developers     49,1311,020264138.624.8
Indian Hotels    41,9943105757.943.1
Bharat forge    39,907872213441.126.0
Westlife      11,986755710103.474.4

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Year-ender and Outlook 2023 note by Motilal Oswal Broking