394 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ 19 પોઇન્ટ ઘટ્યો, ઇન્સ્ટિટ્યુટ-HNIની ખરીદી સામે સામાન્ય રોકાણકારોની વેચવાલી

નિફ્ટી નીચામાં 17800ને અડી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો
રિયાલ્ટી ઇન્ડેક્સમાં 1.03 ટકાના ઘટાડા સિવાય તમામ સેક્ટોરલમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી
અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 78 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ એક તબક્કે 286 પોઇન્ટ સુધરી 60977 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ સેકન્ડ હાફથી ફરી શરૂ થયેલી સ્ટોક સ્પેસિફિક વેચવાલાની પ્રેશર વચ્ચે ઇન્ટ્રા-ડે 108 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ માર્કેટ નિષ્ણાતોના મત મુજબ ભારતીય શેરબજારો હવે ઓવરસોલ્ડ ઝોનમાં રમી રહ્યા હોવાથી ઇન્સ્ટિટ્યુટ્સ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સ ખરીદી રહ્યા છે. સામે સામાન્ય રોકાણકારો ગભરાટમાં આવીને પ્રોફીટ/ લોસ બુકીંગ કરી રહ્યા છે. સેન્સેક્સ છેલ્લે 19 પોઇન્ટના લોસ સાથે 60673 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં 394 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY-50 પણ 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17826.70 પોઇન્ટની સપાટીએ જ્યારે બેન્ક નિફ્ટી 28.10 પોઇન્ટના ઘટાડા સાથે 40673.60 પોઇન્ટ બંધ રહ્યો હતો.
SENSEX 394 પોઇન્ટની વોલેટિલિટી અંતે 19 પોઇન્ટ ડાઉન
સેન્સેક્સ પેકની 30 પૈકી 12 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી એનટીપીસી 3.22 ટકા સુધારા સાથે મોખરે રહ્યો હતો. જ્યારે બ્રિટાનિયા, રિલાયન્સ, તાતા સ્ટીલ, પાવરગ્રીડ અદાણી પોર્ટ અને તાતા કન્ઝ્યુમર, ડિવિઝ લેબ, એચડીએફસીમાં અડધાથી એક ટકા સુધી સુધારો રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસ 3.16 ટકા સાથે ઘટવામાં મોખરે રહ્યો હતો.
| Last close | 60691 | — |
| Open | 60770 | +78 |
| High | 60977 | +286 |
| Low | 60584 | -108 |
| Current close | 60673 | -19 |
માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ ખરડાયેલું
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3601 પૈકી 56.82 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહ્યા છે.
| વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
| બીએસઇ | 3601 | 1411 | 2046 |
| સેન્સેક્સ | 30 | 12 | 17 |
અદાણી ગ્રૂપના શેર્સઃ અદાણી ટ્રાન્સ- ગ્રીન- વિલમર- એન્ટરમાંથી એક્ઝિટ જારી
અદાણી ગ્રૂપના અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશનમાં આજે પણ મંદીની સર્કિટ વાગી હતી. જોકે, અદાણી પોર્ટ, અદાણી પાવર અને એનડીટીવીમાં સુધારાની ચાલ રહી હતી.
| કંપની | બંધ | +/-% |
| ADANI ENT. | 1568.40 | -3.16 |
| ADANI PORT | 583.30 | +0.63 |
| ADANI POWER | 171.15 | +5.00 |
| ADANI TRANS | 830.25 | -4.99 |
| ADANI GREEN | 567.65 | -5.00 |
| ADANI TOTAL | 878.85 | -5.00 |
| ADANI WILMAR | 410.85 | -4.33 |
| ACC | 1827.85 | -1.24 |
| AMBUJA CEM. | 352.90 | -0.11 |
| NDTV | 210.70 | +0.69 |
FII/FPIની ખરીદી સામે DIIનું પ્રોફીટ બુકિંગ
FII/FPIની આજે રૂ. 525.80 કરોડની નેટ ખરીદી રહી હોવાનું બીએસઇ વેબસાઇટના ડેટા દર્શાવે છે. સામે સ્થાનિક સંસ્થાઓ DIIની રૂ. 235.23 કરોડની નેટ વેચવાલી નોંધાઇ હતી.
