ગો ડિજિટ રૂ. 5000 કરોડ, કોન્કર્ડ બાયોટેક રૂ. 2000 કરોડ અને બાલાજી સોલ્યુશન્સ રૂ. 400 કરોડના આઇપીઓ યોજશે

પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળી રહ્યો છે. પેટીએમ ઝોમેટો સહિતના સ્ટાર આઇપીઓમાં શરૂઆતી આંગળા દાઝ્યા પછી હાલ મળી રહેલા આકર્ષક રિટર્નને ધ્યાનમાં લઇને રોકાણકારો ફરી પ્રાઇમરી માર્કેટને પ્રિફર કરી રહ્યા છે. આગામી ટૂંક સમયમાં આશરે રૂ. 7500 કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં છે. જેમાં ગો ડિજિટ રૂ. 5000 કરોડ, કોન્કર્ડ બાયોટેક રૂ. 2000 કરોડ અને બાલાજી સોલ્યુશન્સ રૂ. 400 કરોડના આઇપીઓ યોજશે. આ કંપનીઓએ તેમના ડીઆરએચપી ફાઇલ કરી દીધાં છે.

2022માં અત્યારસુધીમાં કુલ 63 કંપનીઓએ સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કરી દીધાં છે. જ્યારે એલઆઇસી સહિતની 17 કંપનીઓ આઇપીઓ યોજીને રૂ. 41140 કરોડ એકત્ર કરી ચૂકી છે. આશરે 71 કંપનીઓ કે જેમને સેબીની મંજૂરી મળી ગઇ છે તેઓ આઇપીઓ યોજવા માટે સજ્જ છે. તે પૈકી ડિજિટ રૂ. 250 કરોડનું પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ પાર ઉતરશે તો કંપની તેની ઓફર સાઇઝ ઘટાડી શકે છે.

છેલ્લા 10 વર્ષમાં આઇપીઓ માર્કેટની સ્થિતિ

વર્ષસંખ્યારૂ. કરોડ
201331284
201451201
20152113614
20162626494
20173667147
20182430959
20191612362
20201526613
202163118723
20221741151

(સ્રોતઃ પ્રાઇમ ડેટાબેઝ)