Lamborghini Huracán Tecnica લોન્ચ, એક્સ- શોરૂમ પ્રાઇસ રૂ. 4.04 કરોડથી શરૂ

Automotive Photographer

ટેકનિકલ જાણકારી

  • રીઅર-વ્હીલ સ્ટીયરીંગ સાથે હુરાકન રીઅર-વ્હીલ ડ્રાઈવ, એરોડાયનેમિક ડીઝાઈન અને ઈજનેરીમાં નેક્સ્ટ જનરેશન ઈવોલ્યુશન
  • નેચરલી એસ્પિરેટેડ V10 5.2 l એન્જિન 640 CV અને 565 Nm ટોર્ક 6,500 rpm પર ઉત્પન્ન કરે છે
  • LDVI (લેમ્બોર્ગિની ડાયનામિકા વેઇકોલો ઇન્ટિગ્રેટા) સિસ્ટમ, ટ્રેક ડ્રાઇવિંગમાં વર્સેટિલિટી માટે ચોક્કસ ડ્રાઇવિંગ મોડ કેલિબ્રેશન
  • લાઇટવેઇટ ટેક્નોલોજી, 2.15 કિગ્રા/સીવીનો વેઇટ-ટુ-પાવર રેશિયો
  • Huracán EVO RWD ની સરખામણીમાં રીઅર ડાઉનફોર્સ +35% વધ્યું અને ડ્રેગ ઘટ્યું -20%
    નવી દિલ્હી:લેમ્બોર્ગિની ઇન્ડિયાએ ​​ભારતમાં હ્યુરાકન ટેકનીકા: નેક્સ્ટ જનરેશન રીઅર-વ્હીલ ડ્રાઇવ V10ને લોન્ચ કરી છે. Huracán EVO રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) પર 30 CVના વધારા સાથે, પાવરટ્રેન મહત્તમ 6,500 rpm પર 565 Nm ટોર્ક અને 3.2 સેકન્ડમાં 0-100 km/h ની સુધારેલી પ્રવેગકતા પ્રદાન કરે છે. આ પ્રસંગે બોલતા લેમ્બોર્ગિની ઈન્ડિયાના વડા શરદ અગ્રવાલે જણાવ્યું કે, લાઇટવેઇટ ટેકનિકાની રિકેલિબ્રેટેડ LDVI સિસ્ટમ અને ચોક્કસ સસ્પેન્શન સેટ-અપ, રીઅર-વ્હીલ ડાયરેક્ટ સ્ટીયરિંગ અને નવીન બ્રેક કૂલિંગ સુધારાઓ સાથે સ્પષ્ટ રીતે ટ્યુન કરેલ ડ્રાઇવિંગ મોડ્સ ડ્રાઇવરને દરેક પ્રસંગ માટે સંપૂર્ણ હ્યુરાકનનો અનુભવ આપે છે.
    Huracán Tecnica ની કિંમતો 4.04 Cr, એક્સ-શોરૂમથી શરૂ થશે.

એસ્સાર અને AM/NS વચ્ચે રૂ. 19,000 કરોડની વેચાણ સમજૂતી

મોરેશિયસ/મુંબઈ: ભારતમાં મહામારી પછીનાં સૌથી મોટા એમએન્ડએ સોદાઓ પૈકીના એકમાં એસ્સારે પોર્ટ્સ અને વીજ પ્લાન્ટ સહિત એની કેટલીક માળખાગત અસ્કયામતો માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) સાથે નિર્ણાયક સમજૂતી કરવાની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે હઝીરા સ્ટીલ પ્લાન્ટની કામગીરી સાથે સંબંધિત છે.  આ સોદા સાથે એસ્સાર એના આયોજિત એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામને પૂર્ણ કરશે અને ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં 25 અબજ ડોલર (₹2,00,000 કરોડ)ના ઋણની ચુકવણીની યોજના પૂર્ણ કરીને લગભગ તમામ ઋણની ચુકવણી કરશે. ધિરાણના ઉપયોગનું સ્તર અત્યાર સુધીનું સૌથી ઓછું 0.2 છે.

એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, છેલ્લાં 4 વર્ષમાં અમારા વ્યવસાયને કોન્સોલિડેટ કર્યા પછી અમે હવે પર્યાવરણને અનુકૂળ ભવિષ્યની ઊર્જાનું નિર્માણ કરવામાં મદદરૂપ વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કર્યો છે, જે પર્યાવરણને અનુકૂળ દુનિયા માટે જીવન અને આજીવિકા પર અસર કરશે.એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડના ડિરેક્ટર રેવાંત રુઇયાએ કહ્યું હતું કે, આ સોદામાં એસ્સાર અને આર્સેલર મિત્તલ વચ્ચે ગુજરાતના હઝીરામાં 4 એમટીપીએ સીએનજી ટર્મિનલનું નિર્માણ કરવા 50-50 સંયુક્ત સાહસન ભાગીદારીનો વિચાર પણ કરવામાં આવ્યો છે. આ મોનેટાઇઝેશન સાથે એસ્સારની કુલ આવક 1.25 અબજ ડોલર (₹10,000 કરોડ)ની ઇબીઆઇટીડીએ અને 8 અબજ ડોલર (₹64,000 કરોડ)ની એયુએમ (એસેટ અંડર મોનેટાઇઝેશન) સાથે 15 અબજ ડોલર (~₹1.2 લાખ કરોડ) હશે, જેની વિવિધ અસ્કયામતો ભારત અને વિદેશોમાં ફેલાયેલી છે.