Corporate news…..
જાવા-યેઝદીની લડાખના રૂટ પર સર્વિસ ઇઝ ઓન અસ પહેલ
જાવા-યેઝેદી મોટરસાયકલે સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં રાઇડિંગ કરવાની યોજના ધરાવતા એના કોમ્મુનિટી સભ્યો માટે સર્વિસ પહેલ શરૂ કરી છે. ‘સર્વિસ ઇઝ ઓન અસ’ પહેલ રાઇડર્સને નિઃશુલ્ક સેવાની મદદ ઓફર કરશે, જે રાઇડર્સને લડાખના મુખ્ય સુલભ વિવિધ રુટથી લઈને સમગ્ર દેશના ચાવીરૂપ વિસ્તારોમાં મળશે.આ પહેલ અંતર્ગત સર્વિસ સેન્ટર્સ રુટમાં આવતા મુખ્ય શહેરોમાં સ્થિત છે, જ્યાં રાઇડર્સને જરૂરી તમામ સર્વિસ સપોર્ટ પ્રદાન કરવામાં આવશે. નિયમિત સમયાંતરે સર્વિસ અને રનિંગ રિપેર્સ માટે લેબર ચાર્જ પૂરક અને નિઃશુલ્ક રહેશે. રાઇડર્સ લેહ સર્વિસ સ્ટેશન પર પૂરક 26-પોઇન્ટ જનરલ ચેક-અપનો લાભ પણ લઈ શકે છે. કંપની લેહમાં નિષ્ણાત ટેકનિશિયનને પણ સજ્જ રાખશે, જે આવશ્યક સાધનસામગ્રી અને સ્પેર્સ સાથે સજ્જ હશે. જ્યારે આરએસએ પોલિસીધારકો આરએસએ નીતિ માર્ગદર્શિકા મુજબ રુટ પર બ્રેકડાઉન સહાય મેળવવાને પાત્ર બનશે, ત્યારે બિન-આરએસએ પોલિસીધારકો ચુકવણઈને આધારે રુટ પર બ્રેકડાઉન સહાય મેળવી શકશે.દિલ્હીમાંથી રાઇડર્સ નોઇડા, ગાઝિયાબાદ અને ગુરગાંવ, હરિયાણામાં ફરિદાબાદ, અમ્બાલા અને કરનાલ, ચંદીગઢ, હિમાચલપ્રદેશમાં મંડી, પંજાબમાં હોંશિયારપુર અને પઠાણકોટ તથા જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને શ્રીનગરમાં સ્થિત સ્થિત સર્વિસ સેન્ટર્સનો લાભ લઈ શકે છે.
એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર તરીકે આલોક કુમાર ચૌધરીએ હોદ્દો સંભાળ્યો
આલોક કુમાર ચૌધરીએ 7 જૂન, 2022થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે હોદ્દો સંભાળી લીધો છે. તેઓ અગાઉ બેંકમાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (ફાઇનાન્સ) હતા. નવા એમડી તરીકે તેઓ રિટેલ બિઝનેસ અને ઓપરેશન્સની જવાબદારી સંભાળશે. ચૌધરી પીઢ બેંકર છે, જેઓ સાડા ત્રણ દાયકાથી એસબીઆઈ સાથે જોડાયેલા છે. વર્ષ 1987માં પ્રોબેશનરી ઓફિસર તરીકે એસબીઆઈમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર શ્રી ચૌધરી બેંક માટે વિવિધ વિસ્તારોમાં કામ પર ગયા છે. ડીએમડી (ફાઇનાન્સ) બન્યાં એ અગાઉ તેઓ એસબીઆઈમાં ડીએમડી (એચઆર) અને કોર્પોરેટ ડેવલપમેન્ટ ઓફિસર હતા. શ્રી ચૌધરીએ એસબીઆઈના દિલ્હી સર્કલમાં ત્રણ વર્ષ માટે ચીફ જનરલ મેનેજર (સીજીએમ) તરીકે પણ કામ કર્યું હતું. અગાઉ તેઓ એસબીઆઈમાં જીએમ, નેટવર્ક 1, અમદાવાદ, ડીજીએમ, બીએન્ડઓ, દિલ્હી તેમજ ડીજીએમ અને સીડીઓ, નોર્થ-ઇસ્ટ સર્કલ હતાં.
પેઇન્ટિંગ સર્વિસની માગમાં 29 ટકાનો વધારો થયો
સમગ્ર ભારતમાં હોમ પેઇન્ટિંગ સર્વિસની માગમાં 29 ટકા સુધીનો વધારો થયો છે તથા સિવિલ અને બોરવેલ કોન્ટ્રાક્ટર્સ પછી સૌથી વધુ જોવા મળતી કન્સ્ટ્રક્શન સર્વિસ બની ગઈ છે એવું તારણ જસ્ટડાયલના લેટેસ્ટ કન્ઝ્યુમર રિપોર્ટમાં બહાર આવ્યું છે. પેઇન્ટિંગ, સિવિલ અને બોરવેલ કોન્ટ્રાકટર્સ ઉપરાંત ફર્નિચર અને સીલિંગ કોન્ટ્રાક્ટર્સ માટેની માગમાં પણ વધારો જોવા મળ્યો હતો, જે ભારતના નંબર 1 લોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલ પર ટોપ-5 સૌથી વધુ સર્ચ થયેલી કન્સ્ટ્રક્શન સર્વિસીસ છે. મે, 2022માં જસ્ટડાયલ પર કન્સ્ટ્રક્શન સર્વિસ માટેની માગ 26 ટકા (વાર્ષિક ધોરણે) વધી છે, જેમાં સૌથી વધુ માગ મુંબઈ, દિલ્હી અને બેંગાલુરુ એમ ત્રણ શહેરોમાં જોવા મળી છે. ટિઅર-1 શહેરોમાં માગમાં 17 ટકાનો અને ટિઅર-2માં 41 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ટ્રેન્ડ પર જસ્ટડાયલના સીએમઓ પ્રસૂન કુમારે જણાવ્યું કે, હોમ પેઇન્ટિંગ સર્વિસીસ માટે ટિઅર-1 મહાનગરોમાં મુંબઈએ ટોચનું અને ત્યારબાદ દિલ્હીએ બીજું અને બેંગાલુરુએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હોમ પેઇન્ટિંગ સર્વિસીસ માટે સૌથી વધુ સર્ચ ધરાવતા ટોચના 5 ટિઅર-2 શહેરો છે – કોઇમ્બતૂર, ચંદીગઢ, જયપુર, વિશાખાપટનમ અને લખનૌ.