મેક્સિમસે નાણા વર્ષ 2022માં આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી
લુબ્રિકન્ટ ઉત્પાદક અને પૂર્વ આફ્રીકા તેમજ મધ્ય પૂર્વમાં નિકાસ ક્ષેત્રે અગ્રણી કંપની મેક્સિમસ ઇન્ટરનેશનલ લિ. એ માર્ચ-22ના અંતે પૂરાં થયેલા વર્ષ માટે કુલ આવકો 32.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 70.42 કરોડ (રૂ. 53.12 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો પણ 32 ટકા વધી રૂ. 4.66 કરોડ (રૂ. 3.53 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ કોવિડ દરમિયાન વ્યવસાયને એકીકૃત કરીને માર્જિનનું અસરકારક રીતે સંચાલન કરી વ્યૂહરચના મજબૂત કરી છે. કંપનીએ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, કિંમતમાં સ્પર્ધાત્મકતા, બજારમાં ઓછી માગ સહિતના તમામ પરીબળોનો ભારત, યુએઇ અને કેન્યામાં પોતાની ટીમો દ્રારા સામનો કરીને પડકારોમાંથી પાર ઉતરી છે. તેમજ કંપની હવે મેક્રો, માઇક્રોમેનેજિંગ મજબૂત અને વ્યવહારુ ધિરાણ વ્યવસ્થાપન તથા ગ્રાહક- વિતરક સાથે વ્યવસ્થિત જોડાણ કરી રહી છે. કંપની આગામી કેટલાંક વર્ષો માટે ઝડપી વૃદ્ધિનો આશાવાદ ધરાવે છે તેવું મેક્સિમસ ઇન્ટરનેશનલ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર દીપક રાવલે જણાવ્યું હતું.
કંપની હવે એશિયા અને આફ્રીકા બન્નેના નવા બજારોમાં પ્રવેશવા સજ્જ બની છે. કંપની આફ્રીકન ખંડમાં તેની હાજરી વિસ્તારીને છેલ્લા પાંચ વર્ષથી જાળવી રાખેલી સતત વૃદ્ધિને જાળવી રાખશે તેવું કંપનીના સીએફઓ મિલિન્દ જોશીએ જણાવ્યું હતું. કંપની 25 દેશોમાં 400થી વધુ ગ્રાહકોનું નેટવર્ક ધરાવે છે.