–         350 કરોડના શેર્સ ઓફર કરશે, પ્રમોટર્સ હિસ્સો તેમજ ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ

–         ઇશ્યૂ ફંડનો ઉપયોગ ડિબેન્ચર્સ, ઋણ ચુકવણી, નવા ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચનું ધિરાણ કરવા, પેટા કંપનીમાં ઇક્વિટી ઉમેરવા, કાર્યકારી મૂડી જરૂરિયાત માટે કરશે

પાઇપલાઇન પાથરતી કોરટેક ઇન્ટરનેશનલએ મૂડીબજાર નિયમનકાર સંસ્થા સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપની આઇપીઓ મારફતે ફંડ ઊભું કરવાની યોજના ધરાવે છે, જેમાં રૂ. 350 કરોડના મૂલ્યના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા 40 લાખ શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ ડિબેન્ચર્સ, ઋણની ચુકવણી, નવા ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચનું ધિરાણ કરવા, પેટાકંપનીમાં ઇક્વિટી ઉમેરવા, કંપનીની કાર્યકારી મૂડીની સંવર્ધિત જરૂરિયાતને ફંડ પૂરું પાડવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે કરવાનો ઇરાદો ધરાવે છે.કોરટેક ઇન્ટરનેશનલ પાઇપલાઇન પાથરવાની સેવા પ્રદાન કરતી અગ્રણી કંપનીઓ પૈકીની એક છે, જેમાં ભારતમાં હાઇડ્રોકાર્બન પાઇપલાઇન પાથરવાનું કામ સામેલ છે. કંપની ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ સંકુલોમાં સામગ્રી અને ફીડ સંચાલન માટે પ્રોસેસ સુવિધાઓ માટે ઇપીસી (એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) સોલ્યુશન પ્રદાન કરવામાં પણ સંકળાયેલી છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે – ઇક્વિરસ કેપિટલ.