ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 નવેમ્બર: ઇકોસિસ્ટમ કંપની ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,00,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેમાંથી 3,20,000 ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર સબસ્ક્રિપ્શન માટે અનામત રખાયા છે. બાકીના 60,80,000 ઇક્વિટી શેર્સ પબ્લિક કેટેગરી માટે છે, જેમાંથી રિટેઇલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સને 35 ટકાથી ઓછા નહીં, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને 15 ટકાથી ઓછા નહીં તથા યોગ્યતા ધરાવતા ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને 50 ટકાથી ઓછા નહીં તથા તેમાં મ્યુચ્યુઅલ ફંડ્સને કુલ 5 ટકા ઓફર કરાશે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ તથા ઇશ્યૂના રજીસ્ટ્રાર તરીકે બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
ક્રિએટિવ ગ્રાફિક્સ એમએસએમઇએક્સ એસએમઇ આઇપીઓ કોહોર્ટ પ્રોગ્રામનો હિસ્સો છે. ક્રિએટિવ ગ્રાફિક્સ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની 100 ટકા માલીકીની પેટા કંપની વેરેન ઇન્ડિયામાં રોકાણ માટે કરશે, જેથી કંપની માટે અજ્ઞાત હસ્તાંતરણ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિ કરી શકાય તેમજ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા ક્રિએટિવ ગ્રાફિક્સના ખર્ચ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓને પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાશે.
DRHP મૂજબ કંપની ઇશ્યૂમાંથી ઊભા કરેલા ભંડોળના રૂ. 35 કરોડ વેરેન ઇન્ડિયાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રોકાણ કરશે. આ રોકાણ ઇક્વિટી સ્વરૂપે થશે. કંપની તેના કદ અને માર્કેટમાં ઉપસ્થિતિમાં સુધારો કરવા ઇનઓર્ગેનિક હસ્તાંતરણની યોજના ધરાવે છે તેમજ રૂ. 5 કરોડના ઉપયોગ સાથે નવા ભૌગોલિક ક્ષેત્રોમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન લિમિટેડ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા રૂ. 3 કરોડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત તે નોઇડા ખાતે મુખ્ય ઉત્પાદન સુવિધા માટે નવી મશીનરી ખરીદવા માટે રૂ. 2 કરોડનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે. બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે, જેમાં સંચાલકીય ખર્ચ, બ્રાન્ડિંગ, પ્રમોશન, એડવર્ટાઇઝમેન્ટ વગેરે સામેલ છે.
કંપનીના વિસ્તરણ વિશે પ્રતિક્રિયા આપતાં ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર દિપાંશુ ગોહેલે જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ અને એફએમસીજીની વૃદ્ધિથી અમારી પ્રોડક્ટ્સ માટે તકોમાં વધારો થયો છે તથા અમે આઇપીઓ સાથે અમારી ક્ષમતામાં વિસ્તરણ કરવા સજ્જ છીએ. અમે ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમનો મોટો હિસ્સાનું રોકાણ અમારી પેટા કંપની વેરેન ઇન્ડિયામાં કરીશું, જે અમે તાજેતરમાં હસ્તગત કરી છે, જેથી ફ્લેક્સોગ્રાફિક પ્રિન્ટિંગ પ્લેટ્સના ઉત્પાદન ઉપર અમારા મુખ્ય ધ્યાન ઉપરાંત અમારા બિઝનેસનું વિસ્તરણ કરી શકાય. આ ઉપરાંત અમે કેટલીક રકમનો ઉપયોગ ઇનઓર્ગેનિક વૃદ્ધિ તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરીશું.