અર્ધ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં MSMEને ધિરાણનો સતત વધતો પ્રવાહ
મુંબઈ, 28 ફેબ્રુઆરી: સપ્ટેમ્બર 2023ના અંતે પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે ભારતનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યો છે અને ક્રેડિટ એક્સપોઝર રૂ. 28.2 લાખ કરોડે રહ્યું છે. ઇનસાઇટ દર્શાવે છે કે વધેલી આર્થિક ગતિવિધિથી કોમર્શિયલ લોન માટેની માંગમાં વધારો થયો છે જે વાર્ષિક ધોરણે 29 ટકા વધી છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં સપ્લાય વોલ્યુ વાર્ષિક ધોરણે 20 ટકા વધ્યું છે જે ધિરાણકર્તા કંપનીઓનો વધેલો વિશ્વાસ દર્શાવે છે.
જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં નવા એમએસએમઈને થયેલા ધિરાણનું કુલ મૂલ્ય રૂ. 243000 કરોડ હતું જેમાં નાના સેગમેન્ટના એકમોનો હિસ્સો સૌથી વધુ એટલે કે 42 ટકા હતો. ટકાઉ ધિરાણના પુરવઠાના લીધે સંબંધિત ત્રિમાસિક ગાળામાં 80 લાખ એમએસએમઈ એકમોને રૂ. 28.2 લાખ કરોડની 11 ટકાની નોંધપાત્ર પોર્ટફોલિયો વૃદ્ધિ થઈ છે. તાજેતરના ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી એમએસએમઈ પલ્સ રિપોર્ટ મુજબઆ સમયગાળા દરમિયાન એકંદરે બેલેન્સ-સ્તરની ચૂક એટલે કે 90 દિવસના બાકી લેણાંથી લઈને 720 દિવસના બાકી લેણાં તથા સબ-સ્ટાન્ડર્ડ તરીકે ગણાવાયેલા લેણાંમાં સુધારો થયો છે અને તે 2.3 ટકાએ છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023 ત્રિમાસિક ગાળામાં ધિરાણ મેળવનારા 46 ટકા એમએસએમઈ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારના હતા. લગભગ અડધા (49 ટકા) માઈક્રો સેગમેન્ટ્સનું ધિરાણ અર્ધ-શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં હતું જેમાં 39 ટકા આ પ્રદેશોના નાના સેગમેન્ટમાં હતું.
સમગ્ર રાજ્યોમાં વિશ્લેષણ દર્શાવે છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સાથેના મોટા રાજ્યોમાંથી ઓરિજિનેશન સતત વધી રહી છે, જે ઓરિજિનેશન મૂલ્યના 47.2 ટકા હિસ્સો ધરાવે છે. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં પણ ઊંચો વિકાસ દર છે.
આ રાજ્યો માઇક્રો MSME સેગમેન્ટમાં લગભગ 42 ટકા ન્યૂ-ટુ-ક્રેડિટ (એનટીસી) ઓરિજિનેશન્સ માટે પણ જવાબદાર છે, જે ક્રેડિટ સમાવેશની પહેલને આગળ ચલાવે છે. માઇક્રો એમએસએમઈ સેગમેન્ટમાં, ઓછા રકમના વેરી સ્મોલ સેગમેન્ટ અને માઇક્રો 1 સેગમેન્ટમાં મહારાષ્ટ્રનો હિસ્સો ઊંચો છે, જ્યારે માઇક્રો 2 સેગમેન્ટમાં ગુજરાતનો હિસ્સો ઊંચો છે.
ડિસેમ્બર 2023 માં સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ માહિતી મુજબ, 2021-22ના વર્ષ દરમિયાન એમએસએમઈ મેન્યુફેક્ચરિંગમાં ઉત્પાદનનો હિસ્સો સમગ્ર ભારતના ઉત્પાદનમાં 40.83 ટકા હતો. આ ટ્રાન્સયુનિયન સિબિલ કોમર્શિયલ બ્યુરો ડેટામાં પણ પ્રતિબિંબિત થાય છે જ્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર 1 મૂળ મૂલ્યના 37 ટકા હિસ્સો ધરાવે છે અને તેમાં સૌથી મોટો હિસ્સો છે, ત્યારબાદ 28 ટકા હિસ્સા સાથે ‘ટ્રેડ્સ‘ ક્ષેત્ર આવે છે. વ્યવસાયિક સેવાઓ અને અન્ય ક્ષેત્રો મળીને બાકીનો 35 ટકા હિસ્સો ધરાવે છે (આ અહેવાલ માટે ધ્યાનમાં લેવામાં આવેલ ડેટાનો).
ઉત્પાદન ક્ષેત્રના ઓરિજિનેશન્સમાં કાપડ એ સૌથી વધુ યોગદાન આપતું પેટા ક્ષેત્ર છે. પેટા-ક્ષેત્રોમાં મોટા ભાગની ઓરિજિનેશન્સનું નેતૃત્વ મધ્યમ સેગમેન્ટ (10 કરોડથી 50 કરોડ) દ્વારા કરવામાં આવે છે અને ખાનગી બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. પેટા-ક્ષેત્રોમાં ધિરાણનું ભૌગોલિક વિતરણ ત્રણ ટોચના ફાળો આપતા રાજ્યોમાં કેન્દ્રિત છે: ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર. જ્યારે ઉત્પાદન ક્ષેત્ર ધિરાણ મૂલ્યના 37 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જો કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરે પાછલા વર્ષની સરખામણીમાં માઇક્રો2 સેગમેન્ટમાં મૂલ્ય દ્વારા ધિરાણમાં વધારો અનુભવ્યો હતો. ‘વેપાર‘ ક્ષેત્ર ધિરાણ વોલ્યુમમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે જેમાં 39 ટકા લોન મળેલી છે; આમાંથી 36 ટકા વિતરણ એનટીસી એમએસએમઈ તરફથી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)