MCX પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિક્સ વલણ
મુંબઈ, 26 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,867 સોદાઓમાં રૂ.5,313.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,749 અને નીચામાં રૂ.58,575ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.58,655ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.147 વધી રૂ.48,151 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.5,857ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.58,656ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,961ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,150 અને નીચામાં રૂ.71,541 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.154 ઘટી રૂ.71,996 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.231 ઘટી રૂ.72,012 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.238 ઘટી રૂ.72,014 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,590 સોદાઓમાં રૂ.1,121.05 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.710.45ના ભાવે ખૂલી, રૂ.1.30 ઘટી રૂ.705.55 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.204.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.65 વધી રૂ.207.85 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188.05 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.25 વધી રૂ.223.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,328 સોદાઓમાં રૂ.1,432.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,453ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,453 અને નીચામાં રૂ.7,352 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.7,423 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.44 ઘટી રૂ.7,417 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.219ના ભાવે ખૂલી, રૂ.2.20 ઘટી રૂ.215.20 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 2.6 ઘટી 214.8 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,560 અને નીચામાં રૂ.60,260 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.60,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 વધી રૂ.919.40 બોલાયો હતો.