Crypto Market Boom: ક્રિપ્ટો કરન્સી માટે 2024 વધુ આકર્ષક રહી શકે છે, 2023માં 1000% રિટર્ન
2023માં Bitcoin 154 ટકા ઉછળ્યો, Solanaમાં 919 ટકા રિટર્ન
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટ નવેમ્બર, 2021માં સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2022 અને 2023ની શરૂઆત નકારાત્મક રહી હતી. પરંતુ 2023ના અંતિમ મહિનાઓમાં ક્રિપ્ટો માર્કેટે ફરી પાછી તેજીની રફતાર પકડી છે. બિટકોઈન 2023માં 154.81 ટકા ઉછળ્યો છે. જ્યારે ઈથેરિયમ 90.64 ટકા વધ્યો છે. બીજી બાજુ સોલાના કે જેણે 2021માં રોકાણકારોને માલામાલ કર્યા હતા. સોલાના ગત કેલેન્ડર વર્ષમાં 919.18 ટકા ઉછળ્યો છે.
2024 ક્રિપ્ટો માર્કેટ માટે શુકનવંતુ રહેવાનો તીવ્ર આશાવાદ છે. જેની પાછળનું કારણ દર ચાર વર્ષે ક્રિપ્ટો માર્કેટમાં બુમ તેજી જોવા મળી છે. 2017, 2021 બાદ હવે 2024ના અંત સુધીમાં બિટકોઈન, ઈથેરિયમ, સોલાના સહિતના ક્રિપ્ટો કરન્સી ઓલટાઈમ હાઈ લેવલે પહોંચવાની શક્યતા છે.
ક્રિપ્ટો માર્કેટમાં હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ્સ તૂટી પડતાં, લિક્વિડિટી ક્રાઈસિસ, બેન્કરપ્સી સહિતના પડકારો ઉપરાંત ટેરા-લુના કૌંભાંડ, વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ Binance કૌંભાંડ સહિતના અવરોધો પણ નડ્યા હતા. જો કે, ક્રિપ્ટો માર્કેટ માટેની અતિ મહત્વની કોઈન માઈનિંગ બ્લોક છે. બ્લોકચચેઈનમાં બ્લોક ઉમેરવાથી રિવોર્ડ પેટે 6.25 બિટકોઈન (નવેમ્બર-23) પ્રાપ્ત થાય છે. દર ચાર વર્ષે આ રિવોર્ડ રકમ અડધી થતી હોય છે. જેની અસર જોવા મળતી હોય છે.
ક્રિપ્ટો માર્કેટના 2023ના બે મોટા પડકારો | શા માટે ક્રિપ્ટો માર્કેટ માટે પોઝિટીવ ટ્રેન્ડ |
વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ FTXમાં બેન્કરપ્ટ થયું, જેના ફાઉન્ડરને ગુનાહિત કાર્યવાહીમાં દોષી ઠેરવાયા. બાઈનાન્સના ચેંગપેંગ પણ ગુનાહિત અને ગેરરીતિઓ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેને 4.3 અબજનું સેટલમેન્ટ કરવા નિર્દેશ કર્યો છે. ક્રિપ્ટો એક્સચેન્જ પર ટ્રાન્જેક્શન્સ પ્રતિબંધિત કર્યા હતા. | બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને અમેરિકામાં મંજૂરી મળવાની ક્ષમતા છે. બિટકોઈન હાલ્વિંગ અર્થાત માઈનિંગ બ્લોક સિસ્ટમ છે. જે દર ચાર વર્ષે થતી જોવા મળે છે. જેમાં માઈનર્સ બિટકોઈનના માઈનિંગ અડધા કરે છે. પરિણામે ટ્રેડિંગ વોલ્યૂમ ઘટતાં ડિમાન્ડ વધે છે. વધુમાં યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પ્રથમ બિટકોઈન ઈટીએફને મંજૂરી આપી શકે છે. જેનાથી રોકાણકારો એક્સચેન્જની મુલાકાત લીધા વિના બિટકોઈનની કિંમત ટ્રેડ કરી ખરીદી કરી શકશે. તેમજ સીધુ ડિજિટલ કરન્સી હોલ્ડ કરશે. ખાસ કરીને સંસ્થાકીય ક્રિપ્ટો રોકાણકારો દ્વારા ખરીદી વધશે. |
2023: ટોચના પ્રચલિત ક્રિપ્ટો કરન્સીમાં રિટર્ન
ક્રિપ્ટો કરન્સી | રિટર્ન |
Solana | 919.18% |
Bitcoin | 154.81% |
Polkadot | 95.59% |
Ethereum | 90.64% |
BNB | 26.83% |
Bitcoin 60-75 હજાર ડોલર થશે
બિટકોઈન 2024માં 60 હજાર ડોલરની સપાટીએ પહોંચવાની શક્યતા ક્રિપ્ટો નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. માર્ક મોબિઅસે જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ વ્યાજ બિટકોઈન ઈટીએફમાં જોવા મળી શકે છે. બિટ માઈનિંગ ફર્મના ક્રિપ્ટો માઈનિંગના ચીફ ઈકોનોમિસ્ટ યુવેઈ યાંગે 2024માં બિટકોઈન 75 હજાર ડોલરની સપાટીએ પહોંચી શકે છે. યાંગના મતે, બિટકોઈન ઈટીએફને મંજૂરીના લીધે સંસ્થાકીય રોકાણ સતત વધવાનું તેમજ મે-24માં બિટકોઈન માઈનિંગ બ્લોકમાં કાપ જેવી ઘટનાઓ માર્કેટને વેગ આપશે. 2025માં બિટકોઈન 100000 ડોલરની સપાટી ક્રોસ કરી શકે છે. માર્કેટમાં તેજીની સાથે બિટકોઈનનું વર્ચસ્વ વધી રહ્યું છે. 2023ના પ્રથમ છ માસમાં બિટકોઈનનો માર્કેટ હિસ્સો ઘટી 43 ટકા થયો હતો. જે વધી 2024ની શરૂઆતમાં 50.24 ટકા થયો છે.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)